Bank closed

Bank holiday: બેંક આવતા 5 દિવસ રહેશે બંધ, આ રાજ્યોમાં રહેશે રજા

Bank holiday: મોહરમના કારણે 19 ઓગસ્ટના રોજ બેંકો કામ કરશે નહીં. આ દિવસે કાનપુર, કોલકાતા, લખનૌ, અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે

કામની વાત, 18 ઓગષ્ટઃBank holiday:જો તમારી બેંક સાથે સંબંધિત કોઈ મહત્વનું કામ છે, તો આજે જ તેનું સમાધાન કરો, કારણ કે 19 ઓગસ્ટ પછી ફરીથી બેંકમાં લાંબી રજાઓ હશે. સતત પાંચ દિવસ સુધી બેંકો બંધ રહેશે. 19 ઓગસ્ટે મોહરમના કારણે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે, ત્યારબાદ કેરળ અને કર્ણાટકમાં શુક્રવારે ઓણમ છે, જ્યારે ઓનમના બીજા દિવસે કેરળમાં શનિવારની રજા છે. સાપ્તાહિક રજાના કારણે રવિવારે બેંકો બંધ રહેશે.

આ પણ વાંચોઃ Taliban kidnaps afghanistan’s female governor:તાલિબાને અફઘાનિસ્તાનના મહિલા ગર્વનરને બંધક બનાવી- વાંચો શું છે મામલો?

મોહરમના કારણે 19 ઓગસ્ટના રોજ બેંકો કામ કરશે નહીં. આ દિવસે કાનપુર, કોલકાતા, લખનૌ, અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે.બેંગલુરુ, ચેન્નઈ, કોચી અને તિરુવનંતપુરમની બેંકો ઓનમના કારણે 20 ઓગસ્ટના રોજ બંધ રહેશે.21 ઓગસ્ટ- થિરુનામને કારણે કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.

આ પણ વાંચોઃ Pandit Rajesh Kumar: મંદિર છોડવાના બદલે તાલિબાનના હાથે મરવા તૈયાર છે હિન્દુ મંદિરના આ પુજારી, કહ્યું- મારા પૂર્વજોનું આ મંદિર નહીં છોડું!

  • 23 ઓગસ્ટ – શ્રી નારાયણ ગુરુ જયંતી – કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે
  • 22 ઓગસ્ટ – રવિવાર – સાપ્તાહિક રજા રહેશે.
  • 28 ઓગસ્ટ – મહિનાનો ચોથો શનિવાર, આ દિવસે બેંક કર્મચારીઓ માટે પણ રજા રહેશે.
  • 29 ઓગસ્ટ – રવિવાર – સાપ્તાહિક રજા30 ઓગસ્ટના – કૃષ્ણ જન્માષ્ટમી બેંકો રજા. આ દિવસે અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે. સાથે જ હૈદરાબાદમાં કૃષ્ણ જન્માષ્ટમી 31 ઓગસ્ટે ઉજવવામાં આવશે.
Whatsapp Join Banner Guj