money 7th pay commission

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને તહેવારોની સીઝનમાં ભેટ આપવાની તૈયારી કરી રહી છે સરકાર! મળશે આ લાભ

7th Pay Commission: હકીકતમાં વર્ષમાં બે વખત કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવે છે. આ વધારો છ મહિનાના આધાર પર થાય છે

બિઝનેસ ડેસ્ક, 02 સપ્ટેમ્બરઃ 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં ફરી વધારો થશે. આ સંબંધમાં સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં જાહેરાત કરી શકે છે. આ આશા છે કારણ કે, હકીકતમાં વર્ષમાં બે વખત કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવે છે. આ વધારો છ મહિનાના આધાર પર થાય છે.

વર્ષ 2021ના પ્રથમ છ મહિના એટલે કે જાન્યુઆરીથી જૂન સુધી મોંઘવારી ભથ્થુ વધી ચુક્યુ છે. તેવામાં હવે કર્મચારીઓને બીજા છ મહિના એટલે કે ડિસેમ્બરના મોંઘવારી ભથ્થામાં વધારાનો ઇંતજાર છે. આ છ મહિનામાં કર્મચારીઓને મૂળ વેતનના 3 ટકા વધારાનું ડીએ મળવાની આશા છે. 

આ પણ વાંચોઃ Vasna Murder case: વાસણામાં યુવક પર હત્યાના ઇરાદે જીવલેણ હુમલો, બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની દાઝ રાખી માર્યું ચપ્પુ

તમને જણાવી દઈએ કે એક જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો થયો છે. હવે કર્મચારીઓને મૂળ વેતનના 17 ટકાની જગ્યાએ 28 ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળી રહ્યું છે. જો બીજા છમાસિક ગાળામાં ડીએમાં વધારો થાય છે તો કર્મચારીઓને 31 ટકાના દરે ડીએ મળશે. 

હકીકતમાં કોરોનાને કારણે સરકારે મોંઘવારી ભથ્થાના ત્રણ વધારાના હપ્તા 01.01.2020, 01.07.2020 અને 01.01.2021 આપ્યા હતા, પરંતુ પ્રતિબંધ (ફ્રીઝ) લગાવી દેવામાં આવ્યો હતો. આ ભથ્થાનો દર ક્રમશઃ 4, 3 અને 4 ટકા હતો. પાછલા જુલાઈ મહિનામાં સરકારે આ પ્રતિબંધ હટાવી ડીએમાં કુલ 11 ટકાનો વધારો કર્યો હતો. તો 01.01.2020 થી લઈને 30.06.2021 સુધીના સમયગાળા માટે મોંઘવારી ભથ્થાનો દર 17 ટકા પર યથાવત હતો. 

આ પણ વાંચોઃ Sucide attempt: અસારવા સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી કુદીને એક યુવકે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો- જુઓ વાયરલ થયેલો વીડિયો

વર્ષના બીજા છ મહિનામાં પેન્શનરોને પણ મોંઘવારી રાહત એટલે કે ડીએનો ઇંતજાર છે. પેન્શનભોગીઓને હજુ 28 ટકાના હાલના દરેથી મોંઘવારી રાહત મળી શકે છે. 

Whatsapp Join Banner Guj