249 Indians Stranded In Ukraine Reaches India

249 Indians Stranded In Ukraine Reaches India :યુક્રેનમાં ફસાયેલા 249 ભારતીયોને લઈને એર ઈન્ડિયાની 5મી ફ્લાઈટ દિલ્હી પહોંચી- વાંચો વિગત

249 Indians Stranded In Ukraine Reaches India : અત્યાર સુધીમાં 1396 લોકો ઘરે પરત ફર્યા

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ 249 Indians Stranded In Ukraine Reaches India : યુક્રેનમાં ફસાયેલા 249 વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયાની 5મી ફ્લાઈટ આજે સવારે દિલ્હી પહોંચી હતી. રોમાનિયાના બુખારેસ્ટથી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 1942 સોમવારે સવારે લગભગ 6:30 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને એરલિફ્ટ કરવા માટે સરકાર દ્વારા ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત 4 ફ્લાઈટમાંથી 1,147 લોકોને પહેલેથી જ ભારત લાવવામાં આવ્યા છે. રવિવારે પહોંચેલી 3 ફ્લાઈટમાંથી 928 ભારતીયો વતન પહોંચ્યા હતા.

હરિયાણાના સોનીપતના ગન્નોરમાં રહેતા શિવમ બીજા વિદ્યાર્થીઓ સાથે યુક્રેનમાં ફસાયેલો હતો. રવિવારે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઘરે પરત ફર્યો હતો. તેણે કહ્યું હતું કે યુનિવર્સિટીએ દરેક વિદ્યાર્થીનો સાથ આપ્યો છે. ઈન્ડિયન એમ્બેસીએ પોતાની એડવાઈઝરી મોડી જાહેર કરી હતી. તે યુક્રેનના ઉજગોદ શહેરમાં MBBSના બીજા સેમેસ્ટરમાં છે. રશિયાના હુમલાથી ભારતીય વિદ્યાર્થીઓ ડરી ગયા હતા. તેઓ ખુબ મુસ્કેલીનો સામનો કરી પરત ફર્યા છે.

યુનિવર્સિટીની 5 બસોમાં 250 વિદ્યાર્થીઓને હંગેરી લઈ જવાયા હતા. દરેક વિદ્યાર્થી દીઠ 50 ડોલર ભાડું લેવાયું. યુનિવર્સિટીએ સંપૂર્ણ ધૈર્ય રાખ્યું અને કોઈ વિદ્યાર્થીને હેરાન થવા દીધો નથી. હોસ્ટેલમાં પણ તેઓની સંભાળ રાખી હતી.

આ પણ વાંચોઃ Sukanya Samriddhi Yojana: જાણો, સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે અને કેવી રીતે દીકરીના ભવિષ્ય માટે મળશે 71 લાખ રૂપિયા?

Gujarati banner 01