5 States Election Result : બંગાળમાં TMC ની જીત, તમિલનાડુમાં DMK નો ડંકો, અસમમાં BJP ની વાપસી

નવી દિલ્હી, 02 મે: 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે એટલે કે 2 મેના રોજ જાહેર થશે. ચૂંટણી પંચ (5 States Election Result) દ્વારા  આસામ, તમિલનાડુ, પશ્વિમ બંગાળ, કેરળ અને પુડુચેરીમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવાઈ છે. , અને સાંજ સુધી પરિણામ જાહેર કરી દેવામાં આવશે. આ સાથે જ એ સ્પષ્ટ થઇ જશે કે રાજ્યમાં કઇ પાર્ટીની સરકાર બનશે. હાલ અલગ અલગ રાજ્યો(5 States Election Result)માં ટ્રેન્ડમાં જે રીતે જોવા મળી રહ્યું છે તે મુજબ પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જ્યારે અસમમાં ભાજપની વાપસી થતી જોવા મળી રહી  છે. તમિલનાડુમાં સત્તાપરિવર્તન થતું જોવા મળી રહ્યું છે. કેરળમાં પણ સત્તાધારી પક્ષ સત્તા મેળવતો જણાય છે. જ્યારે પુડુચેરીમાં ભાજપ આગળ છે. 

પશ્ચિમ બંગાળઃ પશ્ચિમ બંગાળમાં ટીએમસી સત્તામાં પાછી ફરતી જોવા મળી રહી છે. ટ્રેન્ડમાં ટીએમસીને 206 બેઠકો, ભાજપ+ ને 83 જ્યારે કોંગ્રેસ+ 1 બેઠક પર આગળ છે. જો કે રાજ્યના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં ભારે રસાકસી જોવા મળી રહી છે. પહેલા ભાજપના શુવેન્દુ અધિકારી ત્યાં આગળ હતાં જ્યારે હવે ટીએમસીના મમતા બેનર્જી આગળ છે. આ બેઠક પર જીત બંને પક્ષો માટે નાકનો સવાલ છે. 

5 States Election Result

તમિલનાડુઃ તામિલનાડુ વિધાનસભા ચૂંટણી પરિણામમાં આજે મતગણતરી ચાલુ છે જેમાં શરૂઆતથી જ DMK આગળ જોવા મળી રહી છે. જ્યારે સત્તાધારી AIADMK પાછળ છે. AIADMK+ 89 બેઠકો પર જ્યારે DMK+ 143 બેઠકો પર આગળ છે. અન્ય 2 બેઠક પર આગળ છે. ડીએમકે સમર્થકો ઉજવણીમાં મસ્ત બની ગયા છે.  

આસામઃ અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ અસમમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએની વાપસી નિશ્ચિત જણાઈ રહી છે. જો કે કોંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન પણ બહુ પાછળ નથી. ટ્રેન્ડ મુજબ ભાજપના નેતૃત્વવાળુ એનડીએ 78 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ+ 47 બેઠકો પર આગળ છે. અન્ય એક બેઠક પર આગળ છે. 

પોંડીચેરીઃ પોંડીચેરીમાં પણ ભાજપ+ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. અહીં તેઓ 8 બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ+ 3 બેઠકો પર આગળ છે. પુડુચેરીમાં કુલ 30 બેઠકો છે. જેમાંથી હજુ સુધી 12 બેઠકોના ટ્રેન્ડ આવ્યા છે. 

કેરલઃ કેરળમાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM)ના નેતૃત્વવાળું સત્તાધારી LDF રાજ્યમાં 140 બેઠકોમાંથી 70 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળું UDF 44 બેઠકો પર આગળ છે. ભાજપ+ 3 અને અધર્સ 23 બેઠકો પર આગળ છે.  

5 States Election Result

નોંધનીય છે કે, 5 રાજ્યોમાં સવારે 8ના ટકોરે મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી.ત્યારબાદ ઈવીએમની મતગણતરી શરૂ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, પાંચેય રાજ્યોની કુલ 822 વિધાનસભા બેઠકો પર થયેલા મતદાન બાદ આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આ દરમિયાન કોરોનાના તમામ નિયમોનું કડકાઈથી પાલન કરવાનું કહેવાયું છે. પશ્ચિમ બંગાળમાં કુલ 294 બેઠકોનો જનાદેશ આવશે. તામિલનાડુમાં 234, કેરળની 140 બેઠકો, અસમની 126 અને પુડ્ડુચેરીની 20 વિધાનસભા બેઠકો  છે.  5 રાજ્યોની ચૂંટણી ઉપરાંત 13 અલગ અલગ રાજ્યોની 13 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી અને 4 લોકસભા બેઠકોની પેટાચૂંટણી(5 States Election Result)ના પણ આજે જ પરિણામ આવનાર છે. 

આ પણ વાંચો…

WhatsApp new feature: હવે મોટી સાઇઝમાં દેખાશે ફોટો અને વીડિયો- કંપની ટ્વિટ કરીને આપી જાણકારી