Gujarati bhavan

વિદેશ અને અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતીઓની મદદે આવી ગુજરાત સરકાર(Gujarat government), લીધો મહત્વનો નિર્ણય

  • રાજ્ય સરકાર(Gujarat government) દેશ/વિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે – બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજા
  • રાજ્ય સરકાર(Gujarat government)નો મહત્વનો નિર્ણય વિશાખાપટ્ટનમ(આંધ્રપ્રદેશ) ખાતેના ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂ. ૪૦ લાખની સહાય મંજૂર
  • દેશભરના કુલ ૧૬ ગુજરાતી સમાજ ભવનના નિર્માણ મરામત માટે રૂ. ૧ કરોડ ૬૯ લાખની સહાય ચૂકવાઈ

ગાંધીનગર, 02 મેઃ બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજા(Gujarat government)એ ગુજરાતીઓ પ્રત્યે ઉદાર ભાવના દર્શાવતા કહ્યું હતુ કે, રાજ્ય સરકાર દેશ/વિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે છે. ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓએ રચેલી સંસ્થાઓને ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે આર્થિક સહાય આપવાની યોજના અંતર્ગત વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) ખાતેના ગુજરાતી સમાજની રજૂઆતને ધ્યાને લઈ વિશાખાપટ્ટનમમાં ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂ. ૪૦ લાખની સહાય મંજૂર કરવામાં આવી છે.

Gujarat government

મંત્રી જાડેજાએ ઉમેર્યું હતુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે બિન નિવાસી ગુજરાતીઓ પ્રત્યે હંમેશા ઉદાર ભાવના દાખવી મહત્વના નિર્ણયો કર્યાં છે. અન્ય રાજ્યમાં આવેલ ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ. 40 લાખ અથવા ખરેખર થયેલ ખર્ચના 40 ટકા બે માંથી જે ઓછુ હોય તેટલી રકમ તેમજ હયાત સમાજ ભવનના મરામત માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ. 10.00 લાખ અથવા ખરેખર થયેલ ખર્ચના 40 ટકા બે માંથી જે ઓછુ હોય તેટલી રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો હતો.

ADVT Dental Titanium

ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે(Gujarat government) મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અન્ય રાજ્યોમાં ગુજરાતી સમાજ ભવનના નિર્માણ અને મરામત માટે આપવામાં આવતી આર્થિક સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે(Gujarat government) અત્યાર સુધીમાં દેશના જુદા જુદા રાજ્યોમાં આવેલા ૧૬ ગુજરાતી સમાજોને સમાજ ભવનના નિર્માણ કે મરામત માટે રૂ. ૧ કરોડ ૬૯ લાખની સહાય ચૂકવી છે.

આ પણ વાંચો….

5 States Election Result : બંગાળમાં TMC ની જીત, તમિલનાડુમાં DMK નો ડંકો, અસમમાં BJP ની વાપસી