Kamal Nath Lift Accident

Accident: હોસ્પિટલમાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતાથી ભરેલી લિફ્ટ 10 ફૂટ નીચે પડી ગઈ!

Accident

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરીઃ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રવિવારે એ સમયે બાલ બાલ બચ્યા જયારે હોસ્પિટલની લિફ્ટ નીચે(Accident) પડી ગઈ, જેમાં કમલનાથ અને કોંગ્રેસના અન્ય નેતા સવાર હતા. રવિવારે કમલનાથ ઇન્દોરમાં હતા અને જયારે એમને જાણ થઇ કે પૂર્વ મંત્રી રામેશ્વર પટેલ ઇંદોરની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી છે તો તેઓ એમના સ્વાસ્થ્યની ખબર લેવા હોસ્પિટલ પહોંચી ગયા. કમલનાથ સાથે કોંગ્રેસ નેતા સજ્જન સિંહ વર્મા અને જીતુ પટવારી પણ હાજર હતા.

Whatsapp Join Banner Guj

હોસ્પિટલ રામેશ્વર પટેલના વોર્ડમાં જવા માટે તમામ નેતા લિફ્ટમાં સવાર હતા, પરંતુ લિફ્ટ ઉપર જવાની જગ્યાએ 10 ફૂટ નીચે જતી રહી. ત્યાર પછી લિફ્ટનો દરવાજો બંધ થઇ ગયો. લિફ્ટ પડતા કમલનાથની સુરક્ષામાં તૈનાત જવાન નીચે ભાગ્યા. બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી જે લિફ્ટમાં હતા આ દુર્ઘટના (accident)ખબર સંભાળતા ઇન્દોર પ્રશાસનમાં હળભળાત મચી ગઈ. ત્યાર બાદ લિફ્ટ ઇન્જીનિયરે દરવાજો તોડી કમલનાથ સહિતના નેતાઓને બહાર કાઢ્યા. સારી વાત એ છે કે લિફ્ટમાં રહેલા કોઈ પણ નેતાને ઇજા થઇ નથી.

આ ઘટના(Accident)બાદ ઘટના પછી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ફોન પર કમલનાથ સાથે વાતચીત કરી. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, ‘ઇન્દોરમાં ખાનગી હોસ્પિટલમાં લિફ્ટમાં સવાર પૂર્વ મુખ્યમંત્રી કામનાથજી અને તેમના સાથીઓની પાડવાની જાણકારી મળી. ફોન પર એમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી. ઈશ્વરની કૃપાની બધી સારું છે. ઇન્દોર કલેક્ટરને આ ઘટના અંગે તપાસના ઓર્ડર આપ્યા છે.’

ઉલ્લેખનીય છે કે, આ હોસ્પિટલનું નિર્માણ હાલમાં જ થયું છે. લિફ્ટ અચાનક 10 ફૂટ નીચે જતી રહેતા લિફ્ટ ધૂળ અને ધુમાડો ભરાઈ ગયો. લિફ્ટના દરવાજા લોક થઇ ગયા અને લગભગ 10થી 15 મિનિટ પછી મુશ્કેલીથી લિફ્ટનું લોક ખોલવામાં આવ્યું.

આ પણ વાંચો….

મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં વધારોઃ સીએમએ આપ્યું 8 દિવસનું અલ્ટિમેટ, અમરાવતીમાં એક અઠવાડીયાનું લોકડાઉન(Lockdown)