freepressjournal 2020 12 8c39932e c25f 499d 8dcd 0368154e5784 Uddhav File ANI

મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં વધારોઃ સીએમએ આપ્યું 8 દિવસનું અલ્ટિમેટ, અમરાવતીમાં એક અઠવાડીયાનું લોકડાઉન(Lockdown)

Lockdown

મુંબઇ, 22 ફેબ્રુઆરીઃ કોરોનાની રસ ભલે આવી ગઇ છે. પરંતુ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવુ પણ ખૂબ જ જરુરી છે. ગાઇડલાઇનનું પાલન કરવામાં ન આવવાના કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યારે નાઇટ કર્ફ્યુ અને લોકડાઉન(Lockdown) પ્રતિબંધો ફરી લગાવવામાં આવ્યા છે. રાજ્યની ઉદ્ધવ સરકારે સોમવારથી મહારાષ્ટ્રમાં તમામ પ્રકારના ગીચ કાર્યક્રમો પર પ્રતિબંધો લગાવી દીધા છે.

સીએમ ઉદ્ધવ ઠાકરે 8 દિવસનું અલ્ટીમેટમ આપતાં કહ્યું હતું કે જો લોકો માસ્ક નહીં પહેરે તો સમગ્ર રાજ્યમાં લોકડાઉન(Lockdown) લગાવી શકાય છે. સોમવાર સાંજથી મહારાષ્ટ્રના અમરાવતી મંડળના 5 જિલ્લામાં 1 અઠવાડિયાનું લોકડાઉન થશે. પૂણે અને નાસિકમાં નાઇટ કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યો છે. 28 ફેબ્રુઆરી સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

જલગામમાં કોરોનાના નવા નિયમોનું પાલન નહીં કરનાર મેરેજ હોલ હાલ સીલ કરવામાં આવ્યા છે. જલગામ મહાનગર પાલિકાએ કાર્યવાહી કરી, વિવાહમાં 50 લોકોની અનુમતિ છતાં મોટા પાયે લોકો સામેલ થયા. ત્યારે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી છગન ભૂજબલ કોરોના પોઝિટીવ આવ્યા છે. આ અંગે તેમણે ટ્વિટ કરી માહિતી આપી હતી. ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 14,199 કેસ સામે આવ્યા છે જેમાંથી 9,695 લોકો ડિસ્ચાર્જ થયા છે. અને 83 લોકોના મોત થયા છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોવિડ-19ના વધતા કેસને ધ્યાનમાં રાખી રાજ્યમાં સોમવારે તમામ રાજનૈતિક,ધાર્મિક અને સામાજિક જમાવડાઓ પર રોક લગાવવાનું કહ્યું છે. ઠાકરેએ લોકોને અલ્ટિમેટલ આપતા રહ્યું કે, તેઓ એક સપ્તાહથી 15 દિવસ સુધી નજર રાખશે અને પછી નક્કી કરશે કે લોડકાઉન(Lockdown) કરવું જોઈએ કે નહીં. જલગાંવના કોરોનાના નિયમોનું પાલન ન કરનારા મેરેજ હોલમાં સીલ કરાયા છે. 50 લોકોને મંજૂરી હોવા છતાં મોટી સંખ્યામાં લોકો લગ્નમાં જોડાયા. જેથી જલગાંવ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી કરી હતી. છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોનાના 14199 નવા કેસ આવ્યા, 9695 લોકોને રજા આપવામાં આવી, 83 લોકોનાં મોત થયાં.

આ પણ વાંચો…

અમિતાભ બચ્ચન(Amitabh bacchan)ની મુશ્કેલીમાં થયો વધારો, બંગલાની સુરક્ષા વધારવામાં આવી- આ છે કારણ