EPFO

પીએફના નિયમોમાં થશે બદલાવ, આ તારીખથી લાગૂ થશે પીએફ(PF new Rule) સાથે જોડાયેલો નવો નિયમ

PF new Rule

બિઝનેસ ડેસ્ક, 22 ફેબ્રુઆરીઃ નોકરી કરતી વ્યક્તિ પોતાની બચત પેટે પીએફ જમા કરાવતી હોય છે. જો તમે પણ પીએફ પગારમાંથી કપાવો છો. તો જાણવું જરુરી છે કે, પીએફ સાથે જોડાયેલો આ નવો નિયમ(PF new Rule) એક એપ્રિલથી લાગૂ થવા જઇ રહ્યો છે. આ નિયમ ખાસ કરીને તે લોકો પર અસર કરશે જેની આવક વધુ છે અને ઇપીએફમાં વધુ કોન્ટ્રિબ્યૂટ કરે છે. 

ઉલ્લેખનીય છે કે, આ વખતે બજેટની જાહેરાત કરવામાં આવી હતી કે જે લોકોનું કોઇપણ નાણાકીય વર્ષમાં પીએફમાં જેનું વાર્ષિક યોગદાન 2.5 લાખ રૂપિયાથી વધુ છે, તેમને તેના વ્યાજ પર ટેક્સ છૂટ નહી મળે. 

Whatsapp Join Banner Guj

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, 2021-21 ના પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે ‘વધુ આવક પ્રાપ્ત કરનાર કર્મચારીઓ દ્રારા કમાયેલી આવક પર આપવામાં આવતી છૂટને યુક્તસંગત બનાવવા માટે હવે આ પ્રસ્તાવ કરવામાં આવે છે કે વિભિન્ન ભવિષ્ય નિધિઓમાં કર્મચારીઓના અંશદાન પર કમાયેલ વ્યાજની આવક પર ઇનકમ ટેક્સ છૂટની સીમાને 2.5 લાખ રૂપિયાથી વાષિક અંશદાન સુધી સિમિત રાખવામાં આવે. આ એક એપ્રિલથી લાગૂ કરવામાં આવશે.

આ વિષય(PF new Rule) પર સરકારનું કહેવું છે કે, આમ કરવાથી એક ટકાથી ઓછા કર્મચારી પ્રભાવિત થશે. વ્યય સચિવ ટીવી સોમનાથને કહ્યું કે હકિકતમાં જે લોકો 2.5 લાખથી વધુનું યોગદાન કરી રહ્યા છે, તેમની સંખ્યા ઇપીએફમાં યોગદાન કરનારાઓની કુલ સંખ્યા એક ટકાથી પણ ઓછી છે. ઇપીએફઓના અંશધારકોની સંખ્યા છ કરોડ છે. 

આ પણ વાંચો..

Accident: હોસ્પિટલમાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતાથી ભરેલી લિફ્ટ પડી ગઈ નીચે