Accident on Bandra Worli Sea Link

Accident on Bandra Worli Sea Link: મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક પર મોટો અકસ્માત, 5 લોકોએ જીવ ગુમાવ્યો

Accident on Bandra Worli Sea Link: 5 લોકોના મોત નિપજ્યા છે અને 6 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

મુંબઇ, 05 ઓક્ટોબરઃAccident on Bandra Worli Sea Link: મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક પર સવારે 3.30 વાગ્યે એક દર્દનાક અકસ્માત થયો હતો. અહીં એક પછી એક 5 વાહનો અથડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા છે. તે જ સમયે, લગભગ 6 ઘાયલોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધા બાંદ્રાથી વર્લી જઈ રહ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે પહેલા બે વાહનોને અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે પહોંચેલી એમ્બ્યુલન્સ સાથે વધુ ત્રણ વાહનો પાછળથી અથડાયા હતા. હાલમાં બાંદ્રાથી વરલીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Mahaarti of Gandhinagar Cultural Forum: ૩૫,૦૦૦ ખેલૈયા અને પ્રેક્ષકો દ્વારા શિવ-શક્તિના સમન્વયના સ્વરૂપનું અલૌકિક સર્જન, જુઓ તસ્વીરો

આ પણ વાંચોઃ Third phase of SAUNI scheme: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં કરશે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ

Gujarati banner 01