PM Modi inaugurates AIIMS Bilaspur

PM Modi inaugurates AIIMS Bilaspur: PM મોદી હિમાચલની મુલાકાતે, બિલાસપુરમાં AIIMS નું કર્યું ઉદ્ધાટન- વિજયા દશમી પર હિમાચલ પ્રદેશને આપશે અનેક પ્રોજેક્ટની ભેટ

PM Modi inaugurates AIIMS Bilaspur: પીએમ મોદીએ બિલાસપુરથી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે શંખનાદ કરતા 3600 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ પણ કર્યા

નવી દિલ્હી, 05 ઓક્ટોબરઃ PM Modi inaugurates AIIMS Bilaspur:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે હિમાચલ પ્રદેશના બિલાસુપરમાં AIIMS નું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ બિલાસપુરથી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે શંખનાદ કરતા 3600 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ પણ કર્યા. ત્યારબાદ પીએમ મોદી સાંજે કુલ્લુ દશેરા સમારોહમાં પણ ભાગ લેશે. 

એમ્સનું ઉદ્ધાટન કર્યા બાદ એક કાર્યક્રમમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે તમને બધાને સંપૂર્ણ દેશવાસીઓને વિજયાદશમીના અવસર પર ખુબ ખુબ શુભેચ્છાઓ. આ પાવન પર્વ દરેક બદીને પાર કરતા, અમૃત કાળમાં જે ‘પાંચ પ્રણ’નો સંકલ્પ દેશે લીધો છે તેના પર ચાલવા માટે નવી ઉર્જા આપશે. મારું સૌભાગ્ય છે કે વિજયાદશમી પર હિમાચલ પ્રદેશના લોકોને સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપવાનો અવસર મળ્યો છે. 

આ પણ વાંચોઃ Accident on Bandra Worli Sea Link: મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક પર મોટો અકસ્માત, 5 લોકોએ જીવ ગુમાવ્યો

અત્યાધુનિક એમ્સ હોસ્પિટલમાં 18 સ્પેશિયાલિટી અને 17 સુપર સ્પેશિયાલિટી વિભાગ, 18 મોડ્યુલર ઓપરેશન થિયેટર, 64 આઈસીયુ બેડ સાથે 750 બેડ સામેલ છે. આ હોસ્પિટલ 247 એકરમાં ફેલાયેલી છે અને તે 24 કલાક ઈમરજન્સી અને ડાયાલિસિસ સુવિધાઓ, અલ્ટ્રાસોનોગ્રાફી, સીટી સ્કેન, એમઆઈઆઈ વગેરે જેવી આધુનિક ડાયગ્નોસ્ટિક મશીનો, અમૃત ફાર્મસી અને જન ઔષધિ કેન્દ્ર, તથા 30 બેડવાળા આયુષ બ્લોકથી સુસજ્જિત છે. 

આ હોસ્પિટલે હિમાચલ પ્રદેશના જનજાતીય અને દુર્ગમ જનજાતીય વિસ્તારોમાં સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ સ્વાસ્થ્ય કેન્દ્ર પણ સ્થાપિત કર્યું છે. હોસ્પિટલ દ્વારા કાજા, સલૂની અને કેલાંગ જેવા દુર્ગમ જનજાતીય અને વધુ ઉંચાઈવાળા હિમાલયી વિસ્તારોમાં સ્વાસ્થ્ય શિબિરોના માધ્યમથી વિશેષજ્ઞો દ્વારા સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવામાં આવશે. આ હોસ્પિટલમાં દર વર્ષે એમબીબીએસ કોર્સ માટે 100 વિદ્યાર્થીઓ અને નર્સિંગ કોર્સ માટે 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. 

આ પણ વાંચો: Mahaarti of Gandhinagar Cultural Forum: ૩૫,૦૦૦ ખેલૈયા અને પ્રેક્ષકો દ્વારા શિવ-શક્તિના સમન્વયના સ્વરૂપનું અલૌકિક સર્જન, જુઓ તસ્વીરો

Gujarati banner 01