Antilia Case update: એન્ટિલિયા કેસમાં મુંબઈ પોલીસ અધિકારી સચિન વઝે ધરપકડ બાદ, NIAની તપાસમાં મળી આવ્યા મહત્વના પુરાવા- વાંચો સંપૂર્ણ અહેવાલ
મુંબઇ, 18 માર્ચઃ એન્ટિલિયા કેસ (Antilia Case update) માં મુંબઈ પોલીસ અધિકારી સચિન વઝે (Sachin Vaze) ની ધરપકડ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. એન્ટિલિયા કેસ(Antilia Case update)ની તપાસ NIA કરી રહી છે અને એજન્સીની અત્યાર સુધીની તપાસમાં રૂમાલ, સ્કોર્પિયો, ઈનોવા, મર્સિડિઝ અને રિયાઝુદ્દીન કાઝીના પત્ર જેવા મહત્વના પુરાવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પુરાવામાં રૂમાલ અને મર્સિડિઝની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આ એ પુરાવા છે જેનાથી સચિન વઝેની મુશ્કેલીઓ વધવાની છે. આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર થઈને પણ પોલીસ કમિશનર જેવો રૂઆબ ધરાવનારા સચિન વઝે સંલગ્ન પુરાવાના રહસ્ય અહીં ખોલી રહ્યા છીએ. જો કે આ મામલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં સચિન વઝે મામલે પ્રેસ કોન્ફરન્સ કરી. સચિન વઝે શું કરતો હતો, તેના શિવસેના સાથે કેવા સંબંધ હતા અને મનસુખ હિરેન કેવી રીતે મરી ગયો. આ અંગે ફડણવીસે ખુબ ચોંકાવનારા દાવા કર્યા. તેમણે કહ્યું કે એટીએસ અને એનઆઈએ પાસે કેટલીક એવી ટેપ છે જેમાં મનસુખનો અવાજ છે અને તેમા સચિન વઝેએ શું કહ્યું છે તેની પણ પુષ્ટિ થાય છે. હવે આ કનેક્ટેડ મામલો થઈ ગયો છે. આથી મનસુખ હિરેનના મોતની તપાસ પણ NIA એ કરવી જોઈએ. દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પર મોટા આરોપ લગાવ્યા છે. તો શિવસેના NIA તપાસ પર જ સવાલ ઉઠાવી રહી છે. સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદાનું રાજ છે અને કાયદો પોતાનું કામ કરતો રહે છે. જો ઘરે ઘરે બોમ્બ બની રહ્યા છે તો તમે ચૂપ કેમ છો. જે રીતે મુંબઈમાં જિલેટિનની 20 સ્ટિક્સ મળી તો NIA ઘૂસી ગઈ.
આ કેસની અત્યાર સુધીની 5 મહત્વની વાતો
- મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહને બુધવારે પદથી હટાવી દેવાયા અને તેમની જગ્યાએ હેમંત નગરાલે મુંબઈના નવા પોલીસ કમિશનર બન્યા.
- મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો કે સચિન વઝે શિવસેનાના એજન્ટ હતા.
- ભાજપનો આરોપ છે કે સચિન વઝેએ જ ગાડી ગુમ થયાનો રિપોર્ટ મનસુખ હિરેન પાસે લખાવ્યો હતો.
- ભાજપે દાવો કર્યો છે કે મનસુખ હિરેનની હત્યા કરીને તેના મૃતદેહને ખાડીમાં ફેંકવામાં આવ્યો હતો.
- સ્કોર્પિયોની અસલ નંબર પ્લેટ NIA એ એક કાળા રંગની મર્સિડિઝ જપ્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, કેસની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને મળેલા કેટલાક મહત્વના પુરાવામાંથી એક છે સીસીટીવી ફૂટેજ, 25 ફેબ્રુઆરીના રોજના સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળી રહ્યો છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે આ વ્યક્તિ પીપીઈ કિટ પહેરેલો છે પરંતુ એવું નથી. આ વ્યક્તિએ પીપીઈ કિટ પહેરી નથી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહેલો શંકાસ્પદ વ્યક્તિ કોણ છે? શું તેણે પીપીઈ કિટ પહેરેલી છે? શું તે સચિન વઝે છે? ઝી ન્યૂઝને NIA ના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ તેણે 25 ફેબ્રુઆરીએ મોટી સાઈઝનો કૂર્તો પાઈજામો પહેર્યો હતો. કૂર્તો પાઈજામો સફેદ રંગના હતા. મોઢા પર માસ્ક અને માથા પર મોટો રૂમાલ બાંધેલો છે. એટલે કે આંખો સિવાય આ વ્યક્તિનો આખો ચહેરો ઢંકાયેલો છે. તૈયારી એવી કરી હતી કે કોઈ ઓળખી શકે નહીં. NIA ના સૂત્રોના જણાવ્યાં મુજબ આ વ્યક્તિ સચિન વઝે હોઈ શકે છે. પંરતુ આ ફક્ત સંભાવના છે તેની કોઈ પુષ્ટિ થઈ નથી. આ વ્યક્તિ સચિન વઝે છે કે કોઈ અન્ય? એ વાતની ભાળ NIA હ્યુમન એનાલિસિસ ફોરેન્સિક તપાસ કરીને મેળવવામાં આવશે
નોંધનીય છે કે, NIA એ પ્રાઈવેટ એજન્સીને શોધી રહી છે જેણે તે લોકેશનની ભાળવાળો રિપોર્ટ આપ્યો હતો જે મુજબ એક ટેલિગ્રામ મેસેજમાં તિહાડ જેલથી જૈશ ઉલ હિન્દ નામના સંગઠને સ્કોર્પિયો કાર મૂકવાની પહેલા તો જવાબદારી સ્વીકારી પરંતુ પાછળથી ના પાડી દીધી. હવે NIAને લાગે છે કે જે રિપોર્ટ આ અંગે કોઈ પ્રાઈવેટ એજન્સીએ મુંબઈ પોલીસને આપ્યો હતો તે રિપોર્ટ પોતાનામાં જ એક મેન્યુપુલેટેડ રિપોર્ટ હતો. આ સમગ્ર તપાસની દિશા ભટકાવવા માટે પ્રયત્ન થયો હતો જેમાં વઝે અને અન્યની ભૂમિકા છે.
આ પણ વાંચો…..