Army Helicopter crash in Jammu

Army Helicopter crash in Jammu: જમ્મુ-કાશ્મીરમાં આર્મીનું હેલિકોપ્ટર થયું ક્રેશ

Army Helicopter crash in Jammu: સેનાના એક અધિકારીએ જણાવ્યું કે પાયલટ ઘાયલ થયા છે પરંતુ સુરક્ષિત છેઃ સૂત્ર

નવી દિલ્હી, 04 મેઃ Army Helicopter crash in Jammu: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં 3 સૈનિકો હતા. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ પાસે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે પાયલટ ઘાયલ થયા છે પરંતુ સુરક્ષિત છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હેલિકોપ્ટરમાં ભારતીય સેનાના ત્રણ સૈનિકો હતા. બચાવ માટે ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે જે વિસ્તારમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું તે કિશ્તવાડનો ખૂબ જ દૂરનો વિસ્તાર છે. જ્યાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

આ પણ વાંચો… ST Bus reservation: પરીક્ષા આપવા જનાર પરીક્ષાર્થીઓ એસ.ટી બસનો રિઝર્વેશન કરી શકશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો