SIM CARD

SIM card buying Rules: હવે એક આઈડી પર આટલા જ સિમકાર્ડ મળશે, વાંચો વિગતે…

SIM card buying Rules: સરકાર આઈડી દીઠ માત્ર 4 સિમ કાર્ડ ઈશ્યુ કરવાની યોજના બનાવી રહી છે

કામની ખબર, 04 મેઃ SIM card buying Rules: ભારત ઝડપથી ડિજિટલ થઈ રહ્યું છે. પરંતુ ડિજિટલાઈઝેશન સાથે, કેટલીક સાયબર છેતરપિંડી પણ થઈ રહી છે. મોટાભાગની સાયબર છેતરપિંડી નકલી સિમ કાર્ડ દ્વારા કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે નકલી સિમ કાર્ડ દ્વારા છેતરપિંડી રોકવા માટે પગલાં લીધાં છે. સરકાર આ માટે નવી માર્ગદર્શિકા લાવી રહી છે.

આ ગાઇડલાઈન હેઠળ સરકાર આઈડી દીઠ માત્ર 4 સિમ કાર્ડ ઈશ્યુ કરવાની યોજના બનાવી રહી છે. અત્યાર સુધી એક આઈડી પર 9 સિમ કાર્ડ આપવામાં આવતા હતા. પરંતુ, હવે સરકાર એક આઈડી પર જારી કરાયેલા સિમ કાર્ડની સંખ્યા ઘટાડવા જઈ રહી છે.

અગાઉ નવા સિમ કાર્ડની સંખ્યામાં ઘટાડો થયો હતો

રિપોર્ટ અનુસાર, દૂરસંચાર વિભાગ દ્વારા એક આઈડી પર ઉપલબ્ધ સિમ કાર્ડની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે. આ અઠવાડિયે ટેલિકોમ દ્વારા આ મામલે કોઈપણ નિર્ણય લેવામાં આવી શકે છે. આ પ્રથમ વખત નથી. જ્યારે સરકાર દ્વારા સિમ કાર્ડની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ પણ સરકારે 2021માં સિમ કાર્ડની સંખ્યા ઘટાડીને 9 કરી દીધી હતી.

આ પણ વાંચો… Army Helicopter crash in Jammu: જમ્મુ-કાશ્મીરમાં આર્મીનું હેલિકોપ્ટર થયું ક્રેશ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો