ST Bus reservation

ST Bus reservation: પરીક્ષા આપવા જનાર પરીક્ષાર્થીઓ એસ.ટી બસનો રિઝર્વેશન કરી શકશે

ST Bus reservation: બનાસકાંઠાથી દૂરના જિલ્લા મથકે પરીક્ષા આપવા જનાર ઉમેદવારોને વિનંતી કે તેઓ 06 મે ના રોજ પણ જવા માટે રિઝર્વેશન કરાવી શકશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 03 મેઃ ST Bus reservation: પાલનપુર એસ.ટી વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લા હસ્તકના પાલનપુર, ડીસા, થરાદ, દિયોદર, અંબાજી તેમજ પાટણ જિલ્લા હસ્તકના સિદ્ધપુર અને રાધનપુર ડેપોના સમાવિષ્ટ તાલુકાઓમાંથી 07 મે ના રોજ રવિવારે તલાટી કમ મંત્રી ની યોજનાર પરીક્ષા આપવા જનાર ઉમેદવારો પરીક્ષાર્થીઓ માટે પાલનપુર એસ.ટી વિભાગ દ્વારા ઉપર જણાવેલ ડેપો ઉપરથી ઓનલાઇન રિઝર્વેશન અંગેની કાર્યવાહી શરૂ કરાયેલ હોવાથી દરેક ઉમેદવારોને વિનંતી કે ડેપો કક્ષાએથી પોતાની પરીક્ષા માટેના જે તે જિલ્લામાં જવા માટે રિઝર્વેશન કરાવી લેવા વિનંતી જેથી તે અન્વયે એકસ્ટ્રા એસટી બસોનું આયોજન કરી શકાય,

વધુમાં બનાસકાંઠાથી દૂરના જિલ્લા મથકે પરીક્ષા આપવા જનાર ઉમેદવારોને વિનંતી કે તેઓ 06 મે ના રોજ પણ જવા માટે રિઝર્વેશન કરાવી શકશે જે માટે 06 મે અને 07 મે બંને દિવસે એકસ્ટ્રા સંચાલન રિઝર્વેશન અન્વયે કરાશે

ઉપરોક્ત રિઝર્વેશન માટે નજીકના ડેપોના ડેપોમેનેજરશ્રીઓનો સંપર્ક કરવા વિનંતી તેમજ ડેપો ખાતેના રિઝર્વેશન કાઉન્ટર ઉપરથી રિઝર્વેશન કરી લેવા વિનંતી અત્રેથી અલગ-અલગ ડેપો કંટ્રોલ પોઇન્ટ ઉપર રિઝર્વેશન માટે સુવિધા વિશેષ રીતે ઊભી કરાયેલ છે જેનો લાભ લેવા વિનંતી

આ ઉપરાંત પરીક્ષા માટે એકસ્ટ્રા સંચાલનની એસટી બસો તેમજ રેગ્યુલર એસી બસોમાં કોઈપણ આકસ્મિક ખામી દૂર કરવા માટે અત્રેથી વડગામ,સાંતલપુર,છાપી,કાણોદર વચ્ચે ચંડીસર વગેરે જગ્યાએ અલગથી મિકેનિક સ્ટાફનું આયોજન તેમજખાલી ચાર રસ્તા દાંતા હાઇવે માટે પણ તેમજ તમામ ડેપો ખાતે પણ મિકેનિક ગેંગનું આયોજન કરવામાં આવેલ છે જેથી તાત્કાલિક એટેન્ડ કરી શકાય

આમ બનાસકાંઠા જિલ્લાથી જવાવાળા 80402 અને પાટણ જિલ્લાથી જનાર 29690 ઉમેદવારો માટે એકસ્ટ્રા પ્લાનિંગ માટે આયોજન કરવામાં આવેલ હોય પરીક્ષાર્થીઓએ મોટા પ્રમાણમાં આ સુવિધાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે

આ પણ વાંચો… Kailash Vijay Vargia visited ambaji: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજય વર્ગીય અંબાજીની મુલાકાતે પહોંચ્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો