Arun Govil

બીજેપીને મળ્યો રામનો સાથઃ અભિનેતા અરુણ ગોવિલ(Arun govil)ની ભાજપમાં એન્ટ્રી

Arun Govil

નવી દિલ્હી, 18 માર્ચઃ રામનંદ સાગરની ‘રામાયણ’ સીરિયલના ખ્યાતનામ એક્ટર અરુણ ગોવિલ(Arun govil) ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. અરુણ ગોવિલે દિલ્હીમાં ભાજપના કાર્યાલય ખાતે પાર્ટીનું સભ્યપદ લીધુ હતું. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ પણ હાજર રહ્યા હતા.

ભાજપમાં શામેલ થયા બાદ અરુણ ગોવિલે(Arun govil) કહ્યુ હતું કે, આ સમયે અમારૂ જે કર્તવ્ય છે, તે કરવુ જોઈએ. મને આ પહેલા રાજનીતિ શું છે તે સમજમાં આવતી નહોતી. પણ જ્યારથી મોદીજીએ દેશને સંભાળ્યો ત્યારથી તેની પરિભાષા બદલાઈ ગઈ. મારા દિલમાં જે હોય છે, તે હું કરી નાખુ છું.

ADVT Dental Titanium

પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની વચ્ચે ગોવિલે(Arun govil) ભાજપમાં એન્ટ્રી મારી છે. જો કે, પાર્ટીમાં અરુણ ગોવિલની જવાબદારી શું હશે, તે હજૂ સુધી નક્કી કરાયુ નથી. ક્યાસ લગાવામાં આવી રહ્યો છે કે, ગોવિલ ભાજપનું સભ્યપદ લીધા બાદ વિધાનસભા ચૂંટણી લડી શકે છે. 

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, કે, અરુણ ગોવિલ પહેલા પણ કેટલાય કલાકારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. રામાયણમાં સીતાની ભૂમિકા ભજવતા દીપિક ચિખલીયા ઉપરાંત હનુમાનની ભૂમિકા ભજવતા દારા સિંહ અને રાવણની ભૂમિકા ભજવતા અરવિંદ ત્રિવેદી પણ રાજકારણમાં આવી ગયા છે. દિપીકા ચિખલિયા ભાજપની ટિકિટ પરથી બે વાર ચૂંટણી લડી ચુક્યા છે.

આ પણ વાંચો…

ફરી જોવા મળશે સની દેઓલ આ દમદાર રોલમાં, આ સુપર હિટ ફિલ્મની બની રહી છે(Film sequel) સિક્વલ