Web series on Nirav Modis scam

Assets of Nirav Modi and Mehul Choksi confiscated: વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની અત્યાર સુધી રૂ. 19,111.20 કરોડથી વધુની સંપત્તિ જપ્ત

Assets of Nirav Modi and Mehul Choksi confiscated: કેન્દ્ર સરકારે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની અત્યાર સુધી રૂ. 19,111.20 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હી, 23 માર્ચ: Assets of Nirav Modi and Mehul Choksi confiscated: કેન્દ્ર સરકારે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની અત્યાર સુધી રૂ. 19,111.20 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. રાજ્યસભામાં મંગળવારે રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ એક લેખિત પ્રશ્નનો જવાબ આપતા આ માહિતી આપી હતી.

પંકજ ચૌધરીએ કહ્યું કે આ ત્રણેય ભાગેડુએ જાહેર ક્ષેત્રની બેન્કો સાથે છેતરપિંડી કરી છે, જેથી બેન્કોને રૂ. 22,585.83 કરોડનું નુકસાન થયું છે. આ ત્રણેય સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરીને 15 માર્ચ, 2022 સુધી તેમની રૂ. 19,111.20 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ છે. આ રકમમાંથી રૂ. 15,113.91 કરોડ જેટલી સંપત્તિ જાહેર ક્ષેત્રની બેન્કોને આપવાની કાર્યવાહી કરાઈ રહી છે.

Assets of Nirav Modi and Mehul Choksi confiscated

આ ઉપરાંત રૂ. 335.06 કરોડની વધારાની સંપત્તિ પણ સરકાર દ્વારા જપ્ત કરાઈ છે. 15 માર્ચ, 2022 સુધી કુલ કૌભાંડના 84.61% જેટલી રકમ જપ્ત કરી લેવાઈ છે, જ્યારે બેન્કોના કુલ નુકસાનના 66.91% સંપત્તિ વિવિધ બેન્કોને સોંપી દેવાઈ છે. એસબીઆઈની આગેવાની ધરાવતા બેન્કોના કોન્સોર્ટિયમે પણ માહિતી આપી છે કે, તેમણે જપ્ત સંપત્તિ વેચીને રૂ. 7,975.27 કરોડ મેળવ્યા છે, જે તેમને ઈડી દ્વારા સોંપાઈ હતી.

આ પણ વાંચો..Shivrajpur beach new rules: શિવરાજપુર બીચ પર જતા પહેલાં જાણી લો આ નવો નિયમ; કલેકટરે લીધો મહત્વનો નિર્ણય

Gujarati banner 01