Bunty Bains

Attack on Bunty Bains: પ્રખ્યાત પંજાબી સંગીતકાર બંટી બેન્સ પર થયો ગોળીબાર, અગાઉ આવ્યો હતો ધમકી ભર્યો ફોન

મનોરંજન ડેસ્ક, 27 ફેબ્રુઆરીઃ Attack on Bunty Bains: પંજાબી પ્રખ્યાત મ્યુઝીક કમ્પોઝર અને પ્રોડ્યુસર બંટી બેન્સ પર અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું છે. પંજાબના મોહાલીમાં સેક્ટર-79માં બન્ટી બેન્સ પર હુમલો થયો હતો. જોકે આ હુમલામાં તેનો જીવ બચી ગયો હતો.

આ પણ વાંચો… Loksabha Elections: કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત, નાણામંત્રી અને વિદેશમંત્રી લોકસભા ચૂંટણી લડશે? વાંચો વિગત

બંટી બેન્સનું સિદ્ધુ મૂઝવાલા સાથે પણ ખાસ જોડાણ છે. પંજાબના મોહાલીમાં એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા ત્યારે અજાણ્યા બદમાશોએ તેમના પર ગોળીબાર કર્યો હતો.

બંટી બેન્સે જણાવ્યું કે ફાયરિંગની ઘટના બાદ તેમના પર એક ધમકીભર્યો ફોન આવ્યો હતો. જેમાં 1 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પૈસા ન ચૂકવે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો