BCCI

Indian Cricketers Match Fee: ટેસ્ટ મેચ રમતા ખેલાડીઓની બલ્લે બલ્લે, BCCI મેચ ફીમાં કરશે વધારો

સ્પોર્ટ્સ ડેસ્ક, 27 ફેબ્રુઆરીઃ Indian Cricketers Match Fee: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પર ઘણી વખત એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ ટેસ્ટ અને ડોમેસ્ટિક ક્રિકેટને બદલે IPL પર વધુ ધ્યાન આપે છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટેસ્ટ ફોર્મેટને પ્રોત્સાહન આપવા માટે મોટું પગલું ભરી શકે છે.

આ પણ વાંચો… Attack on Bunty Bains: પ્રખ્યાત પંજાબી સંગીતકાર બંટી બેન્સ પર થયો ગોળીબાર, અગાઉ આવ્યો હતો ધમકી ભર્યો ફોન

મળેલા અહેવાલો મુજબ BCCI ટેસ્ટ મેચ રમી રહેલા ખેલાડીઓના પગારમાં વધારો કરી શકે છે. આ સાથે તમામ સીરિઝમાં રમનારા ખેલાડીઓને બોનસ પણ મળી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, IPL 2024 પછી BCCI ટેસ્ટ ખેલાડીઓના પગારમાં વધારો કરી શકે છે. BCCI દરેક ટેસ્ટ સીરિઝમાં રમનારા ખેલાડીઓને બોનસ પણ આપી શકે છે. બોર્ડ મહત્વના કારણસર આ ફેરફાર કરવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે, T20 મેચ માટે ખેલાડીઓને 3 લાખ રૂપિયા પગાર મળે છે. ભારતીય ટીમના ખેલાડીઓને તેમના ગ્રેડ પ્રમાણે વાર્ષિક પગાર પણ આપવામાં આવે છે. આ ઉપરાંત એક કેલેન્ડર વર્ષમાં દેશ માટે તમામ ટેસ્ટ સીરીઝમાં રમનારા ખેલાડીઓને તેમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ફી ઉપરાંત બોનસ પણ આપવામાં આવશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો