ram mandir 2201

Breaking Ramlala Darshan: રામલલાના દર્શન માટે અયોધ્યા જતા પહેલા વાંચી લો આ ખબર, નહીંતર થશે મોટી મુશ્કેલીઓ

Breaking Ramlala Darshan: અયોધ્યામાં દરરોજ 3 લાખથી વધુ લોકો મંદિરના દર્શન કરવા આવી રહ્યાઃ રિપોર્ટ

અમદાવાદ, 05 ફેબ્રુઆરીઃ Breaking Ramlala Darshan: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલા બિરાજમાન થઈ ગયા છે. જ્યારથી રામલલા મંદિરમાં વિરાજમાન થઈ ગયા છે. ત્યારથી જ ભક્તોની ભારી ભીડ તેમના દર્શન માટે ઉમટી પડી છે. કહેવામાં આવી રહ્યું છે, અયોધ્યામાં દરરોજ 3 લાખથી વધુ લોકો મંદિરના દર્શન કરવા આવી રહ્યા છે. એવામાં જો તમે પણ અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો તો આ સૂચનાઓ અવશ્ય વાંચજો….

  1. અયોધ્યામાં બહારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. જો તમે તમારી પોતાની કારમાં અયોધ્યા જઈ રહ્યા છો, તો તમારે મુખ્ય રાજમાર્ગ પરથી જ તમારી કાર અયોધ્યાની બહાર પાર્કિંગમાં પાર્ક કરવી પડશે. ત્યાંથી મંદિર લગભગ 3 કિલોમીટર દૂર છે.
  2. પાર્કિંગની બહારથી જો તમે ચાલતા ન જવુ હોય તો તમને એક ઈ-રિક્ષા મળી રહેશે. જે તમને મંદિરની લગભગ અડધો કિલોમીટર પહેલાં ઉતારશે. સુરક્ષાને કારણે રસ્તાઓ પર ટ્રાફિક બદલાતો રહે છે તેથી તમારે થોડું ચાલવું પડશે. તમારે ઓછામાં ઓછા 2 થી 3 કિલોમીટર ચાલવા માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર રહેવાનું.
  3. અયોધ્યામાં મોટી સંખ્યામાં બજેટ ફ્રેંડલી હોટલ અને ધર્મશાળાઓ છે, તેથી ઓછા બજેટ વાળી હોટલોમાં રહેવામાં તમને કોઈ સમસ્યા આવશે નહીં.
  4. જો તમે મંદિરમાં દર્શન માટે જાઓ છો તો તમારા ખિસ્સામાં માત્ર પૈસા જ રાખવાનો પ્રયાસ કરો. કારણ કે મંદિરમાં મોબાઈલ, ઘડિયાળ, પેન, ચાવી વગેરે લઈ જવાની મનાઈ છે. સુરક્ષા તપાસ પહેલા મંદિરમાં લોકર રુમ છે. જ્યાં તમે તમારો સામાન જમા કરાવી અને પછી જ આગળ જઈ શકશો.
  5. તમે તમારું સમાન લોકર રુમમાં રાખી રહ્યા છો તો ત્યાં ભીડને કારણે તમને લગભગ એકથી દોઢ કલાક જેટલો સમય લાગશે. પરંતુ જો તમે પહેલેથી જ તમારો બસો સામાન હોટલમાં કે કારમાં મૂકી દીધો છે. તો તમે માત્ર 20 થી 30 મિનિટમાં દર્શન કરીને મંદિરની બહાર આવી શકો છો.
  6. જ્યારે તમે મંદિરમાં પ્રવેશો છો મંદિરની સીડીઓ ચઢતા જ તમને દૂરથી રામલલાના દર્શન થવા લાગે છે. તમે પહેલા હોલમાંથી પસાર થાઓ છો અને પાંચમા હોલમાં રામલલાના દર્શન કરો છો ભીડને કારણે તમને ત્યાં ઉભા રહેવા દેવામાં આવશે નહીં. તેથી પહેલા હોલમાં જ તમારું ધ્યાન રામલલા પર કેન્દ્રિત કરો. જેથી પછી તમને યોગ્ય રીતે દર્શન ન થયાનો અફસોસ ન થાય.
  7. મંદિર પરિસરમાંથી બહાર નીકળતી વખતે મંદિર પ્રશાસન દ્વારા તમને મફ્તમાં પ્રસાદ આપવામાં આવે છે. બહાર નીકળતી વખતે આ વાતનું ધ્યાન રાખો અને તમારો પ્રસાદ અવશ્ય લો.
  8. આ સમયે અયોધ્યામાં ખૂબ જ ઠંડી છે, તેથી કપડાં પેક કરતી વખતે ગરમ કપડા રાખવાનું ભૂલતા નથી.

આ પણ વાંચો… PM Modi Will Visit Goa: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગોવાની મુલાકાત લેશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો