dulhan ka gussa

Bride Beats Groom Video: મંડપમાં ગુટખો ખાઇ રહ્યો હતો વરરાજા, આ જોઇ ગુસ્સે થઇ નવવધુ, થપ્પડોથી માર માર્યો- જુઓ વાયરલ થયેલો વીડિયો

Bride Beats Groom Video: વ્યસન પ્રેમી વરરાજા પોતાની આ કુટેવ ન છુપાવી શક્યો જેના કારણે વધુએ ખુબ માર માર્યો અને આ વીડિયો પણ વાયરલ થયો

નવી દિલ્હી, 28 ઓગષ્ટઃ Bride Beats Groom Video: આપણા દેશમાં અનેક લોકોને પાન-મસાલા ગુટખા વગેરે ખાવાની કુટેવ છે. આ વસ્તુઓના પેકેટ પર પણ સરકાર ચેતવણી આપે છે, કે આ જે વસ્તુ છે તે સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક છે. તેમ છંતા ઘણા લોકો આ વ્યસનના આદી હોય છે. ઘણી વખત તો આ કુટેવના કારણે છોકરાઓના લગ્ન પણ થતા નથી.

આ પણ વાંચોઃ Most in demand actors worldwide: ટોપ 10ની યાદી જાહેર આ કલાકાર સૌથી વધુ માંગ, પ્રથમ ક્રમે શાહરુખ- વાંચો ક્યા કલાકરો આ લિસ્ટમાં સામેલ!

તાજેતરમાં જ એક કિસ્સો બન્યો છે, કે વ્યસન પ્રેમી વરરાજા પોતાની આ કુટેવ ન છુપાવી શક્યો જેના કારણે વધુએ ખુબ માર માર્યો અને આ વીડિયો પણ વાયરલ(Bride Beats Groom Video) થયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે, વરરાજા લગ્ન મંડપમાં બેસીને મસાલો ખાઇ રહ્યો હતો. આ જોતા જ નવવધુને ગુસ્સો આવ્યો. શરુઆતમાં તો તેણે તેની સાથે વાત કરી પછી ખભો ઉચો કરીને તેને કોણીથી માર માર્યો અને થપ્પડ પણ લગાવી.

આ પણ વાંચોઃ Virtual inaugurated jallianwala bagh: જલિયાંવાલા બાગનાં નવા પરિસરનું PMએ કર્યું ઉદઘાટન, પંજાબ સરકારે કર્યો 20 કરોડનો ખર્ચ!

અંતે વરરાજા ઉભો થઇ અને પાન મસાલો બહાર થૂંકીને પાછો લગ્ન મંડપમાં બેસી જાય છે. આ ફની વીડિયો લાગશે પણ એક શીખ મળે છે કે આ હાનિકારક પદાર્થ છે જે સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. તેથી આવી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવુ જોઇએ.

Whatsapp Join Banner Guj