941413 covid 19 vaccine e1623415042928

Corona vaccine:ભારત 4 મિલિયન લોકોનું સૌથી ઝડપથી કોવિડ-19 રસીકરણ કરનારો દેશ બન્યો, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ નહીં

કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 1.5%થી પણ ઓછી રહી, કોરોનાની રસી(Corona vaccine) આપવાની પ્રક્રિયા યથાવત

941413 covid 19 vaccine

નવી દિલ્હી, 03 ફેબ્રુઆરીઃ 1 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત, કોવિડ-19 વિરોધી રસી(Corona vaccine) આપવામાં આવી હોય તેવા લોકોની કુલ સંખ્યાના સંદર્ભમાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે. ભારતે રસીકરણની આ કવાયત ઝડપી પગલે આગળ વધારવાનું ચાલુ રાખ્યું છે. કોવિડ-19 સામે ભારતની જંગમાં અન્ય મોરચે પણ નવી સફળતાઓ પ્રાપ્ત થઇ રહી છે.

છેલ્લા 24 કલાકમાં 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબારના ટાપુઓ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, અરુણાચલ પ્રદેશ,  ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ),  સિક્કિમ, મણીપુર, પુડુચેરી, ગોવા, ઓડિશા અને આસામ છે.

કોવિડ-19માંથી દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને મૃત્યુદરમાં પણ નોંધનીય ઘટાડો થયો છે જેના કારણે ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાવાનું ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 1,60,057 થઇ ગઇ છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા 1.5%થી ઓછી (હાલમાં 1.49%) સુધી ઘટી ગઇ છે.

Whatsapp Join Banner Guj

છેલ્લા 24 કલાકમાં 11,039 નવા કેસ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે જે છેલ્લા સાત મહિનામાં સૌથી ઓછો આંકડો છે. બીજી તરફ, સમાન સમયગાળામાં નવા 14,225 દર્દીઓ સાજા થઇ ગયા છે. એના કારણે કુલ પોઝિટીવ કેસમાં 3,296 કેસનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,04,62,631 છે. રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર (97.08%) સતત સમગ્ર વિશ્વમાં સર્વાધિક પૈકી એક જળવાઇ રહ્યો છે. સક્રિય કેસ અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે જે, હાલમાં 1,03,02,574 છે. 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય દર્દીઓની સંખ્યા 5000થી ઓછી છે.

દેશમાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ (1.91%) કરતાં ઊંચો છે. કેરળમાં સૌથી વધારે સાપ્તાહિક પોઝિટીવિટી 12% છે જ્યારે છત્તીસગઢમાં 7% છે.3 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ (Corona vaccine)અંતર્ગત 41 લાખથી વધારે (41,38,918) લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો…

Farmer Protest: કંગનાએ ખેડૂતોને કહ્યાં- આંતકવાદી, વાંચો સંપૂૂર્ણ અહેવાલ