Covaxin: WHO આગામી મહિને ભારતની કોરોના રસી કોવાક્સિનના ઇમરજન્સી ઉપયોગ અંગે નિર્ણય લેશે- વાંચો શું છે મામલો?

Covaxin: કોવાક્સિનને હજુ સુધી કોઈ પશ્ચિમી નિયમનકાર દ્વારા મંજુરી આપવામાં આવી નથી.

નવી દિલ્હી, 13 ઓગષ્ટઃ Covaxin: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના અધિકારીએ જણાવ્યું કે ભારતની સ્વદેશી કોરોના રસી કોવાક્સિનનાં ઇમરજન્સી ઉપયોગ અંગે આગામી મહિને નિર્ણય લેવામાં આવી શકે છે. કોવાક્સિનને હજુ સુધી કોઈ પશ્ચિમી નિયમનકાર દ્વારા મંજુરી આપવામાં આવી નથી.

આ પણ વાંચોઃ The Kapil Sharma Show : કપિલ શર્માએ ફેંસ માટે બતાવી નવા શો ની પહેલી ઝલક, શોમાં જોવા મળશે કેટલાક નવા કલાકારો

WHOના રસીઓ માટેનાં મદદનીશ મહાનિર્દેશક ડો.મારીયાંગેલા સિમાઓનું કહેવું છે કે યુએન હેલ્થ એજન્સી દ્વારા ભારતની બાયોટેક રસીનું મૂલ્યાંકન વધુ સારું હતું અને અધિકારીઓ રસીના શોટ પર સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં નિર્ણય લે તેવી અપેક્ષા છે. તેમણે કહ્યું કે થોડા અભ્યાસો પ્રકાશિત થયા છે, જેમાં રસી ઘણા મુલ્યાંકનો પર સાચી હોવાનું જાણવા મળ્યું છે.

અગાઉ 19 જુલાઈના રોજ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને રસી ઉત્પાદક ભારત બાયોટેક સાથે એક બેઠક યોજી હતી અને તમામ પાસાઓ પર ચર્ચા કરી હતી અને વહેલામાં વહેલી તકે ઈમરજન્સી ઉપયોગ મંજૂર કરવા સંમતિ આપી હતી.

આ પણ વાંચોઃ New lpg connection of indane: ઈન્ડેનનું નવું એલપીજી કનેક્શન મેળવવા માટે મિસ કોલ કરો- જાહેર થયા હેલ્પલાઇન નંબર- વાંચો વિગતે

Whatsapp Join Banner Guj