porbandar cement factory

Porbandar hathi cement: સિમેન્ટ ફેક્ટરીમાં માચડો તૂટતાં 7 મજૂરો દટાયા, NDRF ની 2 ટીમો રવાના

Porbandar hathi cement: મુખ્યમંત્રીએ એન.ડી.આર.એફ.ની 2 ટીમ પણ આ કામગીરીમાં મદદરૂપ થવા મોકલી આપવાની સંબંધિતોને સૂચના આપી છે

પોરબંદર, ૧૨ ઓગસ્ટ: Porbandar hathi cement: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પોરબંદર જિલ્લામાં સિમેન્ટ ફેકટરીમાં થયેલી દુર્ઘટના અંગે જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરીને આ દુર્ઘટનામાં બચાવ રાહત અને સત્વરે યોગ્ય સારવાર મળે તે માટે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા મદદ માટેની સૂચના આપી છે.

આ પણ વાંચો…Atmanirnbhar narishakti sanvad: પ્રધાનમંત્રીએ કોરોનાકાળ દરમિયાન અભૂતપૂર્વ સેવાઓ બદલ મહિલાઓનાં સ્વ-સહાય જૂથોની પ્રશંસા કરી

પોરબંદર નજીકના આવેલી હાથી સિમેન્ટ ફેકટરીમાં (Porbandar hathi cement) આજે બપોરે બનેલી ચીમનીના સમારકામ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. ચીમનીના સમારકામ દરમિયાન માચડો તૂટતા મજુરો નીચે પટકાયા હતા. જેથી અંદાજે 7થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ઘટના પગલે કલેક્ટર અને પોલીસ વડા સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. દટાયેલા આ મજુરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj