employment

Anubandham portal: હવે રોજગારવાંચ્છું ઉમેદવારો ઘર બેઠા રોજગાર કચેરીમાં નામ, નોંધણી કરાવી શકશે

Anubandham portal: રોજગારવાંચ્છુ ઉમેદવારો ઘરેબેઠા https://anubandham.gujarat.gov.in પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન પણ કરી શકશે.

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા
સુરત, ૧૩ ઓગસ્ટ:
Anubandham portal: રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે અનુબંધમ વેબપોર્ટલ અને એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેમાં ઉમેદવારો ઘરે બેઠા પોતાના જિલ્લાની વિવિધ સેકટરવાઈઝ રજિસ્ટ્રેશન કરીને નોકરી શોધી શકશે. રોજગારવાંચ્છુ ઉમેદવારો ઘરેબેઠા https://anubandham.gujarat.gov.in પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન પણ કરી શકશે.

આ પણ વાંચો…Azadi ka amrut parva: નારેશ્વર પાસેના સગડોળ ગામે થી અખબારમાં વાંચીને યુવાન વયે હરેન્દ્રસિંહ દાયમા સચોટ રાષ્ટ્ર ધ્વજ વંદન અને રાષ્ટ્ર ગીત ગાનની તાલીમ લેવા વડોદરા આવ્યા હતા

વેબપોર્ટલ પર (Anubandham portal) આધારકાર્ડ નંબર અને આધારકાર્ડનો ફોટો (જેપીજી) ફાઈલમાં અપલોડ કરીને સરળતાથી રજિસ્ટ્રેશન કરી શકશે. માર્ગદર્શન માટે રોજગાર સેતુ હેલ્પ લાઈન નં.- ૬૩૫૭૩૯૦૩૯૦ પર કોલ કરીને અથવા મદદનીશ રોજગાર (રોજગાર) કચેરી, સી-૫, બહુમાળી ભવન, નાનપુરા ખાતે સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.