E bus crushed 17 vehicles

E bus crushed 17 vehicles: કાનપુરમાં બેકાબુ ઈ-બસે 17 વાહનોને કચડી નાખ્યા, 6 લોકોના મોત

E bus crushed 17 vehicles: ઘાયલ થયેલા લોકોમાંથી 7 લોકોને ટાટમિલ સ્થિત કૃષ્ણા હોસ્પિટલ અને 4ને હૈલટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

નવી દિલ્હી, 31 જાન્યુઆરીઃ E bus crushed 17 vehicles: કાનપુરમાં ગઈ રાતે ટાટમિલ ક્રોસરોડ નજીક બેકાબુ ઈલેક્ટ્રિક બસે 17 વાહનોને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 6 લોકોના સ્થળ પર જ મોત થઈ ગયા હતા જ્યારે ડઝનથી વધારે લોકોને ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. ઘાયલ થયેલા લોકોમાંથી 7 લોકોને ટાટમિલ સ્થિત કૃષ્ણા હોસ્પિટલ અને 4ને હૈલટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જેમાંથી કેટલાકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. બીજી તરફ લોકોને કચડી નાખ્યા બાદ ભાગવાની કોશિશમાં તે ઈ-બસ ટાટમિલ ક્રોસરોડ પાસે ડંપર સાથે ટકરાઈ હતી પરંતુ ઈ-બસનો ડ્રાઈવર તક જોઈને ત્યાંથી નીકળી ગયો હતો.

આ પણ વાંચોઃ Bigg Boss 15 Winner: તેજસ્વી પ્રકાશ બની બિગબોસ 15ની વિજેતા, ટ્રોફી સાથે જીત્યા આટલા રુપિયા

મળતી માહિતી પ્રમાણે રવિવારે મોડી રાત્રે લગભગ 11:30 વાગ્યે ઈલેક્ટ્રિક બસ તેજ ગતિથી ઘંટાઘર ક્રોસ રોડથી ટાટમિલ તરફ જઈ રહી હતી. પુલ ઉતરતા જ ડ્રાઈવરે બસને ઉલ્ટી દિશામાં ચલાવવાનું શરૂ કર્યું હતું અને જે કોઈ પણ વચ્ચે આવ્યુ તેને કચડી નાખીને નીકળી ગયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયા હતા જેમાંથી 3ની ઓળખ થઈ શકી છે. બીજી તરફ પોલીસ અન્ય મૃતકોની ઓળખ કરી રહી છે.

આરએમ ડીવી સિંહે જણાવ્યુ છે કે, ઈ-બસ નંબર યુપી 78 જીટી 3970 બસથી અકસ્માત થયો છે. ઈ-બસોના સંચાલન અને મેન્ટેનેંસની જવાબદારી ખાનગી એજન્સી પીએમઆઈની છે. તેની પાસેથી સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે અને આ સમગ્ર મામલે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

Gujarati banner 01