975461 farmers protest

Farmers Protest: સંયુક્ત કિસાન મોર્ચાને 12 વિપક્ષી દળોનું સમર્થન, આ તારીખથી ફરી કરશે ખેડૂતો દેશવ્યાપી પ્રદર્શન

નવી દિલ્હી, 24 મેઃ કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર જારી કિસાન આંદોલનના 6 મહિના પૂરા થવા પર સંયુક્ત કિસાન મોર્ચાએ 26 મેએ દેશવ્યાપી પ્રદર્શન(Farmers Protest)ની જાહેરાત કરી છે. વિપક્ષી દળોએ એક સંયુક્ત નિવેદન જારી કરી કિસાનોના 26 મેના પ્રદર્શનને પોતાનું સમર્થન આપ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે 12 મેએ સંયુક્ત રૂપથી પ્રધાનમંત્રીને પત્ર લખી કહ્યું હતું કે મહામારીનો શિકાર બની રહેલા આપણા લાખો અન્નદાતાઓને બચાવવા માટે કૃષિ કાયદાને રદ્દ કરવામાં આવે જેથી તે પોતાનો પાક ઉગાવીને ભારતીય જનતાનું પેટ ભરી શકે. 

Whatsapp Join Banner Guj

નિવેદન અનુસાર અમે કૃષિ કાયદા(Farmers Protest)ને તત્કાલ રદ્દ કરવા અને સ્વામીનાથન આયોગની ભલામણ અનુસા સી2+50 ટકા એમએસપીને કાયદેસર બનાવવાની માંગ કરીએ છીએ. નિવેદનમાં તે પણ કહેવામાં આવ્યું કે, કેન્દ્ર સરકારે અહંકાર છોડી તત્કાલ સંયુક્ત કિસાન મોર્ચા સાથે વાતચીત શરૂ કરવી જોઈએ. 

ADVT Dental Titanium

Farmers Protest: સંયુક્ત નિવેદન પર સોનિયા ગાંધી (કોંગ્રેસ), એચડી દેવે ગૌડા (જેડીએસ), શરદ પવાર (એનસીપી), મમતા બેનર્જી (ટીએમસી), ઉદ્ધવ ઠાકરે (શિવસેના), એમ કે સ્ટાલિન (ડીએમકે), હેમંત સોરેન (જેએમએમ), ફારૂક અબ્દુલ્લા (જેકેપીએ), અખિલેશ યાદવ (એસપી), તેજસ્વી યાદવ (આરજેડી), ડી રાજા (સીપીઆઇ) અને સીતારામ યેચુરી (સીપીએમ) એ સહી કરી છે.

આ પણ વાંચો…..

સાઇકોલોન બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ(kamosami varsad) તુટી પડ્યો..!