Firing

Firing in america: અમેરિકામાં ફરી એક વખત ફાયરિંગની ઘટના, વાંચો વિગતે

Firing in america: ફાયરિંગ માં ઘાયલ એક છોકરો મૃત્યુ પામ્યો

નવી દિલ્હી, ૨૦ જૂન: Firing in america: અમેરિકામાં ફરી એક વખત ફાયરિંગની ઘટના સામે આવી છે. આ વખતે ફાયરિંગ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસથી માત્ર 3 કિલોમીટરના અંતરે થયું છે. આ ફાયરિંગમાં એક પોલીસ કર્મી સહિત અનેક લોકો ઘાયલ થયા છે. બાદમાં આ ઘાયલોમાંથી એક છોકરો મૃત્યુ પામ્યો હતો.

ફાયરિંગની આ ઘટના એક મ્યુઝિક ઈવેન્ટ દરમિયાન બની હતી. આ કોન્સર્ટ Juneteenth સેલિબ્રેશન માટે થઈ રહ્યો હતો. ફાયરિંગની ઘટના 14th અને U Street વિસ્તારમાં બની છે.

આ પણ વાંચો: Saurashtra university: હવે નહીં બગડે નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું વર્ષ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય

Firing in america: પોલીસ કર્મી સહિત કુલ 4 લોકોને ગોળી વાગી હતી. આ વિસ્તારમાં ભીડ હતી એટલા માટે પોલીસે ત્યાં ગોળી નહોતી ચલાવી. ઘાયલ થયેલા લોકોમાં 15 વર્ષનો એક છોકરો પણ હતો જેનું મૃત્યુ થઈ ગયુ છે.

અમેરિકામાં ફાયરિંગની ઘટના વધી રહી છે. તેને લઈને રાષ્ટ્રપતિ જો બાઈડને પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે, બાળકો અને પરિવારોની સુરક્ષા માટે આવા હથિયારોને બેન કરી દેવા જોઈએ. બાયડન આવનારા દિવસોમાં ગન ખરીદવાની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ પણ કરી શકે છે.

Gujarati banner 01