Foreign Secretary Harshvardhan Sringala: સંયુક્ત મૈત્રી દિવસ સમારોહ બાદ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા ઢાકા પહોંચ્યા

Foreign Secretary Harshvardhan Sringala: બાંગ્લાદેશના વિદેશ સચિવ મસૂદ બિન મોમેને શ્રૃંગલાનું સ્વાગત કર્યું

નવી દિલ્હી, 7 ડિસેમ્બર: Foreign Secretary Harshvardhan Sringala: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના 15-17 ડિસેમ્બર સુધીના બાંગ્લાદેશના રાજકીય પ્રવાસ પહેલા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા બે દિવસીય પ્રવસે મંગળવાર સવારે ઢાકા પહોંચ્યા હતા.

બાંગ્લાદેશના વિદેશ સચિવ મસૂદ બિન મોમેન વિશેષ પ્લેનમાં પહોંચેલા તેમના ભારતીય સમકક્ષ શ્રૃંગલાનું સ્વાગત કર્યું હતું. પ્રવાસ દરમિયાન શ્રૃંગલા વિદેશ મંત્રી ડો. એ કે અબ્દુલ મેમન સિવાય રોડ અને પરિવહન મંત્રી અને અવામી લીગના મહાસચિવ ઓબૈદુલ કાદર સાથે મંગળવારે મુલાકાત કરશે. તે સિવાય બુધવારે વડાપ્રધાન શેખ હસીના સાથે શિષ્ટાચાર મુલાકાત કરીને દિલ્હી પરત ફરશે.

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધ “પડોસી પહેલા” નીતિના મજબૂત સ્તંભોમાંથી એક છે. આ વર્ષે બાંગ્લાદેશ અને ભારત સંયુક્ત રીતે તેમના રાજકીય સંબંધોની સ્થાપનાના 50 વર્ષ મનાવી રહ્યા છે.

વિદેશ સચિવ શ્રૃંગલાનો (Foreign Secretary Harshvardhan Sringala) બાંગ્લાદેશ પ્રવાસ એટલા માટે પણ મહત્વ રાખે છે કારણ કે તેઓ બાંગ્લાદેશના પૂર્વ ઉચ્ચાયુક્ત રહી ચૂક્યા છે. મૈત્રી દિવસ સમારોહના એક દિવસ બાદ તેમનો આ પ્રવાસ થયો છે જે બન્ને દેશો વચ્ચે ગાઢ સામાજિક અને સાંસ્કૃતિક બંધનના આધારે વ્યાપક સહયોગની સમીક્ષા કરવાની તક પ્રદાન કરશે.

સૂત્રોએ જણાવ્યું કે શ્રૃંગલાનો આ પ્રવાસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ઢાકા પ્રવાસના કાર્યક્રમની તૈયારી સિવાય સ્વાસ્થ્ય સહયોગ સાથે ક્ષેત્રીય વિકાસ સહિત બોર્ડર પારની પરિયોજનાઓ પર ચર્ચાની તક પ્રદાન કરશે.

આ પણ વાંચો…Suicide machine: લો બોલો હવે આત્યહત્યા કરવા માટે આ દેશે સુસાઈડ મશીનને આપી મંજુરી, કોઈપણ દર્દ વગર એક મિનિટમાં થશે મોત

Whatsapp Join Banner Guj