Gangster abu salem will not be released till 2030: ગેંગસ્ટર અબૂ સલેમને 2030 સુધી મુક્ત નહીં કરવામાં આવે, સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટીકરણ

Gangster abu salem will not be released till 2030: વર્ષ 1993ના મુંબઈ બ્લાસ્ટનો અપરાધી અબૂ સલેમે 2 મામલે પોતાને મળેલી આજીવન કેદની સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી

નવી દિલ્હી, 11 જુલાઇઃ Gangster abu salem will not be released till 2030: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ગેંગસ્ટર અબૂ સલેમને 2030 સુધી મુક્ત નહીં કરવામાં આવે પરંતુ તેમની 25 વર્ષની કસ્ટડીનો સમય પૂરો થયા બાદ કેન્દ્ર સરકાર ભારત અને પોર્ટુગલ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ વિશે રાષ્ટ્રપતિને સલાહ આપી શકે છે. વર્ષ 1993ના મુંબઈ બ્લાસ્ટનો અપરાધી અબૂ સલેમે 2 મામલે પોતાને મળેલી આજીવન કેદની સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. 

તેણે દાવો કર્યો હતો કે, પોર્ટુગલથી તેના પ્રત્યાર્પણમાં જે શરતો મુકવામાં આવી હતી તે મુજબ તેની કેદ 25 વર્ષથી વધુ ન હોઈ શકે. એટલા માટે તેને 2027માં મુક્ત કરવામાં આવે. તેનો જવાબ આપતા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, સલેમની મુક્તિ પર વિચાર કરવાનો સમય 2027માં નહીં 2030માં આવશે. કારણ કે, 2005માં પોર્ટુગલથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. ત્યારે સરકાર જરૂરી નિર્ણય લેશે. 

આ પણ વાંચોઃ Heavy rain protection and relief operations: રાજ્યના આઠ જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદ સંદર્ભે ઝીરો કેઝ્યુલિટીના અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા સૂચના

અબૂ સલેમને 2005માં પોર્ટુગલથી પ્રત્યાર્પિત કરીને ભારતમાં લાવવામાં આવ્યો હતો. તેમણે પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, ભારત સરકારે 2002માં પોર્ટુગલ સરકારને વચન આપ્યું હતું કે, તેને ન તો ફાંસીની સજા આપવામાં આવશે કે, નહીં તો કોઈ કેસમાં 25 વર્ષથી વધુ કેદની સજા થશે. પરંતુ મુંબઈની વિશેષ ટાડા કોર્ટે તેને 1993ના મુંબઈ બ્લાસ્ટ સહિત 2 કેસોમાં આજીવન કેદની સજા સંભળાવી હતી. ગેંગસ્ટરે સુપ્રીમ કોર્ટ પર એ માગ કરી હતી કે, તેને મુક્ત કરવા માટે 2002ની તારીખને આધાર બનાવવી જોઈએ કારણ કે, ત્યારે જ તેને પોર્ટુગલમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તે હિસાબથી 25 વર્ષની સમય સીમા 2027માં સમાપ્ત થાય છે.

અબૂ સલેમની અરજીના જવાબમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા દ્વારા સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, ગેંગસ્ટરના પ્રત્યાર્પણ સમયે આપવામાં આવેલું વચન એક સરકાર દ્વારા બીજી સરકારને આપવામાં આવેલું વચન હતું. સલેમ મામલે નિર્ણય સંભળાવતી ટાડા કોર્ટના જજ તેનાથી બંધાયેલા નહોતા. તેમણે ભારતીય કાયદા પ્રમાણે નિર્ણય સંભળાવ્યો અને 1993ના મુંબઈ બ્લાસ્ટમાં તેને દોષી ઠેરવતા તેને આજીવન કેદની સજા સંભળાવી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને એ પણ જણાવ્યું કે, સલેમને 2005માં ભારત લાવવામાં આવ્યો હતો તેથી 2030માં તેની મુક્તિ બાબતે જરૂરી નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચોઃ Shootings in south africa: દક્ષિણ આફ્રિકામાં બે બારમાં અડધી રાતે અંધાધૂંધ ગોળીબારથી 19નાં મોત

Gujarati banner 01