Shootings in south africa

Shootings in south africa: દક્ષિણ આફ્રિકામાં બે બારમાં અડધી રાતે અંધાધૂંધ ગોળીબારથી 19નાં મોત

Shootings in south africa: સોવેટોમાં હુમલામાં 15 લોકો માર્યા ગયા, સ્વીટવોટર્સમાં માસ શૂટિંગમાં 4નાં મોત

નવી દિલ્હી, 11 જુલાઇઃ Shootings in south africa: દક્ષિણ આફ્રિકાના સોવેટો ખાતે એક બારમાં અડધી રાતે માસ શૂટિંગની ઘટનામાં ૧૫ લોકોના મોત નીપજ્યાં છે અને ૧૦ લોકોને ઈજા પહોંચી છે, જેમાં ત્રણની હાલત ગંભીર છે. હુમલાખોરોએ જોહાનિસબર્ગના સોવેટોમાં એક બારમાં ઘૂસીને આડેધડ ગોળીઓ ચલાવી હતી. ત્યાર પછી હુમલાખોરો સફેદ રંગની મિનીબસ ટેક્સીમાં ભાગી છૂટયા હતા. આ ઘટનામાં પોલીસે હજુ સુધી કોઈ ધરપકડ કરી નથી. અમેરિકાની જેમ હવે દક્ષિણ આફ્રિકામાં માસ શૂટિંગની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.

પોલીસે જણાવ્યું કે, શનિવારે અડધી રાત પછી બારમાં લોકો સંગીતના તાલે ડાન્સ કરી રહ્યા હતા અને મોજમસ્તી માણી રહ્યા હતા. તેવા સમયે એક મિનિબસ ટેક્સીમાં આવેલા હુમલાખોરોએ ખુલ્લો ગોળીબાર કર્યો હતો. ૧૨ લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા અને અન્ય ત્રણ લોકોને હોસ્પિટલ પહોંચતા મૃત્યુ પામેલા જાહેર કરાયા હતા.

પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. ઈજાગ્રસ્તોને ક્રિસ હનિ બારાગ્વાનાથ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસના જણાવ્યા મુજબ હુમલામાં ભોગ બનેલાઓમાં મોટાભાગે ૧૯થી ૩૫ વર્ષની વયના લોકોનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચોઃ Gujcomasol chairman: દેશની સૌથી મોટી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન પદે સતત ત્રીજી વખત દિલીપ સંઘાણી નિમાયા

ગ્વાટેંગ પ્રાંતના પોલીસ કમિશનર લેફ. જન. ઈલિઆસ માવેલાએ જણાવ્યું કે પોલીસે ઘટના સ્થળ પરથી સંખ્યાબંધ ખાલી કાર્ટ્રીજ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ લાઈસન્સ ધરાવતા બારમાં સત્તાવાર સમયમાં જ લોકો મોજમસ્તી કરી રહ્યા હતા. અચાનક જ ગોળીબારનો અવાજ સંભળાતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. અમને હજુ હુમલાનો હેતુ અને આ લોકોને શા માટે નિશાન બનાવાયા તેની માહિતી મળી નથી.

માવેલાએ કહ્યું કે, ખુલ્લેઆમ કરાયેલા ગોળીબારમાં હાઈ કેલિબરના શસ્ત્રોનો ઉપયોગ કરાયો હતો. હુમલો કરાયો હતો તે વિસ્તારમાં એકદમ અંધારું છે, જેથી હુમલાખોરોની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ છે. હુમલામાં રાઈફલ્સ અને ૯ એમએમની એક પિસ્તોલનો ઉપયોગ કરાયો હતો તેમ નેશનલ પોલીસ પ્રવક્તા કર્નલ દિમાકાત્સો સેલોએ જણાવ્યું હતું. 

અન્ય એક ઘટનામાં શનિવારે રાત્રે પીટરમારિટ્સબર્ગ શહેરમાં સ્વીટવોટર્સ ટાઉનશિપમાં એક બારમાં એક હુમલામાં ચાર લોકોનાં મોત થયા હતા. પોલીસે કહ્યું કે, બે માણસો બારમાં પ્રવેશ્યા અને લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. બે લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય બે લોકોને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા અને અન્ય ૮ને ઈજા પહોંચી હતી. ક્વાઝુલુ નટલના પોલીસ કમિશનર જન. એનલાન્લા એમખ્વાનાઝીએ કહ્યું કે, પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. તાજેતરમાં  પૂર્વીય લંડનમાં એક બારમાં ૨૧ સગીરો એક બારમાં મૃત મળી આવ્યા હતા. તેમનાં મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી તેમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. બે સપ્તાહના સમયમાં જ બારમાં હુમલાઓની ઘટનાથી સમગ્ર દક્ષિણ આફ્રિકામાં સનસનાટી મચી ગઈ છે.

આ પણ વાંચોઃ Chandod-Ekta Nagar Train: ભારે વરસાદના કારણે ચાંદોદ-એકતાનગર સ્ટેશન વચ્ચે ટ્રેકમાંથી ભારે ધોવાણથી આ ટ્રેન રદ થઇ-જુઓ લિસ્ટ

Gujarati banner 01