Gopal Snacks Limited IPO

Gopal Snacks Limited IPO: ગોપાલ નમકીનનો 650 કરોડ રૂપિયાનો IPO, આ તારીખે ખુલશે- વાંચો વિગત

Gopal Snacks Limited IPO: આઈપીઓમાં 50 ટકા ક્વોટા QIB માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે.

બિઝનેસ ડેસ્ક, 29 ફેબ્રુઆરીઃ Gopal Snacks Limited IPO:  ગોપાલ નમકીનના આઈપીઓના ઈશ્યૂની સાઇઝ 650 કરોડ રૂપિયા છે. કંપનીનો આઈપીઓ 6 માર્ચે ઓપન થશે અને ઈન્વેસ્ટરો તેમાં 11 માર્ચ સુધી દાવ લગાવી શકશે. સફળ ઈન્વેસ્ટરોને 12 માર્ચે એલોટમેન્ટ કરવામાં આવશે. જ્યારે 13 માર્ચે રિફંડની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે કંપની શેર બજારમાં 14 માર્ચે લિસ્ટ થશે. આ આઈપીઓમાં તમામ શેર ઓફર ફોર સેલ છે. 

આ પણ વાંચોઃ 4 Percent DA Increased: સરકારી કર્મચારી અને પેન્શનરો માટે સારા સમાચાર, DAમાં કર્યો 4 ટકાનો વધારો- વાંચો વિગત

આઈપીઓમાં 50 ટકા ક્વોટા QIB માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. જ્યારે રિટેલ ઈન્વેસ્ટરો માટે 35 ટકા ક્વોટા રાખવામાં આવ્યો છે. જ્યારે હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુલ માટે 15 ટકા ક્વોટા રાખવામાં આવ્યો છે. કંપનીના શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. કંપનીના શેરની ફેસ વેલ્યૂ 1 રૂપિયો છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો