Russian Ukraine War

Russian Ukraine War : નોકરીની લાલચે રશિયા ગયેલા યુવાનોના હાથમાં બંદૂકો આપી યુદ્ધ લડવા કર્યા મજબૂર, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

Russian Ukraine War : વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, 20થી વધુ ભારતીય યુવાનો રશિયન સેનામાં સહાયક કર્મચારી તરીકે કામ કરવા ગયા હતા.

નવી દિલ્હી, 29 ફેબ્રુઆરીઃ Russian Ukraine War : રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયું તે દરમિયાન અનેક ભારતીય યુવાનો રોજગારીની લાલચે રશિયા ગયા હતા. આ પૈકી અનેક લોકો સહાયક સ્ટાફ તરીકે રશિયા પહોંચ્યા હતા. જો કે ત્યાં પહોંચ્યા પછી આ ભારતીય યુવાનોને સહાયકના નામે હાથમાં બંદૂકો આપી દેવાઈ હતી. આવા કેટલાક યુવાનોને રશિયન સેના (Russian Army)એ યુક્રેન સામેના યુદ્ધમાં ભાગ લેવા મજબૂર કર્યા હતા. 

આ પણ વાંચોઃ Gopal Snacks Limited IPO: ગોપાલ નમકીનનો 650 કરોડ રૂપિયાનો IPO, આ તારીખે ખુલશે- વાંચો વિગત

આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયને અનેકવાર સવાલ કરાતો હતો કે, આખરે કેટલા ભારતીય યુવાનો રશિયામાં ફસાઈ ગયા છે? હવે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, 20થી વધુ ભારતીય યુવાનો રશિયન સેનામાં સહાયક કર્મચારી તરીકે કામ કરવા ગયા હતા. તેઓ જાણતા ન હતા કે, સહાયક તરીકે તેમણે જીવના જોખમે કામ કરવાનું રહેશે. અમે આ લોકોને ઝડપથી રજા મળે તે માટે પ્રયત્નશીલ છીએ. આ પૈકી કેટલાક યુવાનોને સરહદો પર રશિયન સૈનિકો સાથે યુક્રેન યુદ્ધ લડવા મજબૂર કરાયા હતા. 

આ અંગે જયસ્વાલે દાવો કર્યો છે કે, ‘આ યુવાનો રશિયાના વિવિધ સ્થળોએ છે. રશિયા સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓ પણ રશિયન અધિકારીઓ સાથે સંપર્કમાં છે. આ તમામ યુવાનોને હેમખેમ પાછા લાવવા માટે વિદેશ મંત્રાલય પણ રશિયા સાથે સંપર્કમાં છે.’

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો