DA money

4 Percent DA Increased: સરકારી કર્મચારી અને પેન્શનરો માટે સારા સમાચાર, DAમાં કર્યો 4 ટકાનો વધારો- વાંચો વિગત

4 Percent DA Increased: મોંઘવારી ભથ્થાના વધારાની રકમ એટલે કે આઠ માસનો તફાવત ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે

ગાંધીનગર, 29 ફેબ્રુઆરીઃ 4 Percent DA Increased: ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો નિર્ણય કર્યો છે, જેમાં સરકારે જુલાઈ-2023થી ચાર ટકા મોંધવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જો કે મોંઘવારી ભથ્થાના વધારાની રકમ એટલે કે આઠ માસનો તફાવત ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે.

આ પણ વાંચોઃ Anant Ambani: અનંત અંબાણીએ કર્યો ખુલાસો, એ ક્યારેય નહતો કરવા માટે લગ્ન- જાણો શું છે કારણ?

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર જુલાઈ-2023થી આપવાના થતાં મોંઘવારી ભથ્થામાં વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે તેને 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી-2024 સુધીમાં ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તે ઉપરાંત તફાવતની રકમનો પ્રથમ હપ્તો માર્ચ-2024ના પગાર સાથે, બીજા હપ્તો એપ્રિલ-2024 અને ત્રીજો હપ્તો મે-2024ના પગાર સાથે કર્મચારીઓ તેમજ પેન્શનરોને ચૂકવવામાં આવશે. 

આ પણ વાંચોઃ GSEB Board Exam 2024 : બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે

ગુજરાત સરકારના આ નિર્ણયથી 4.45 લાખ કર્મચારીઓને અને 4.63 લાખ પેન્શનરોને  મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. આ ઉપરાંત  LTC માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતર 7મા પગારપંચ પ્રમાણે થશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો