Gujarat ATS Operation pakistani drugs supplayes

Gujarat ATS Operation: 14 પાકિસ્તાની ઇસમો પાસેથી 86 કિલો હેરોઇનના જથ્થા પકડી પાડતી ગુજરાત ATS

Gujarat ATS Operation: ગુજરાત એ.ટી.એસ. તેમજ કેન્દ્રીય એજન્સીઓની સતર્કતા તથા સમન્વયના પરિણામે INBL ક્રોસ કરી ફીશીંગ બોટની આડમાં નાર્કોટીક્સ ઘુસાડવાનો પ્રયત્ન વધુ એક વખત નિષ્ફળ રહેલ છે.

whatsapp banner

અમદાવાદ, 28 એપ્રિલ: Gujarat ATS Operation: પાકિસ્તાનના નાર્કોટીક્સ કાર્ટેલ્લ ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં હેરોઈનની દાણચોરી કરવાના પ્રયાસને એ.ટી.એસ .ગુજરાત દ્વારા સમયાંતરે ICC તથા અન્ય એજન્સીઓ સાથે મળી ડ્રગ્ઝ સીઝરના કેસો કરી નિષ્ફળ બનાવવા સતત કાર્યરત છે.

એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા એ.ટી.એસ.ના અધિકારીઓને આતંકવાદ, નાર્કોટીક્સ તથા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ જેવા ગંભીર ગુન્હાઓને રોકવા કામગીરી કરવા સૂચના કરેલ હતી. દરમ્યાન એ.ટી.એસ.ના પોલીસ અધિક્ષક કે. કે. પટેલનાઓને બાતમી મળેલ કે, પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી અસ્લમ ઉર્ફે બાબુ બલોચ દ્વારા પાકીસ્તાનના કરાંચી બંદરેથી એક પાકિસ્તાની ફીશીંગ બોટ “અલ-રઝા” માં કેટલોક ગેર કાયદેસર માદક પદાર્થ હેરોઇન અથવા મેથામ્ફેટામાઇનનો જથ્થો ભરી તા.૨૫/૦૪/૨૦૨૪ની રાતથી તા.૨૬/૦૪/૨૦૨૪ની વહેલી સવાર દરમ્યાનમાં પોરબંદરના IMBL, નજીક ભારતીય જળ સીમામાં આવનાર છે .

આ પણ વાંચો:- Onion Export: કેન્દ્ર સરકારે UAE, મોરેશિયસ સહિત 6 દેશોમાં ડુંગળીની નિકાસને આપી મંજૂરી

આ ડ્રગ્સનો જથ્થો તામીલનાડુના કોઇ ભારતીય વહાણમાં તામીલનાડુના માણસો મારફતે શ્રીલંકાના ડ્રગ્સ માફિયાઓને
ડીલીવરી કરનાર છે. આ પાકિસ્તાની બોટ તેના બોટના રેડિયો ઉપર પોતાની કોલ સાઇન’ અલી ‘ના નામથી ભારતીય વહાણને તેની કોલ સાઇન” હૈદર ‘નામનો પાસવર્ડ શેર કરી તે ડ્રગ્સનો જથ્થાની ભારતીય વહાણને ડીલીવરી કરનાર છે .

ઉપરોક્ત ઈન્ટેલીજન્સને, ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ તથા એન.સી.બી. (ઓપ્સ), દિલ્હી સાથે શેર કરી સંયુક્ત ઓપરેશન હાથ ધરવા નિર્ણય લેવામાં આવેલ. ટૂંકી સમય મર્યાદાને ધ્યાને લેતા એ.ટી.એસ. ગુજરાતના પો.ઈન્સ. એન.આર. બ્રહ્મભટ્ટ તથા પો.સ.ઈ. એમ.એન.પટેલ સહિત ઈન્ડીયન કોસ્ટ ગાર્ડને એક ટીમ પોરબંદરથી ૧૮૦ નોટીકલ માઈલ દૂર IMBL તરફ પહોંચેલ. તા.૨૬/૦૪/૨૦૨૪ની વહેલી સવાર દરમ્યાન વોચ દરમ્યાન ઉપરોક્ત બાતમી હકીકતવાળી શંકાસ્પદ બોટ જોવામાં આવતા તુરત જ આ બોટને આંતરવા પ્રયત્ન કરેલ, જે દરમ્યાન આ બોટમાં સવાર ઈસમો કેટલાક શંકાસ્પદ પેકેટ્સ દરીયામાં નાંખી રહેલ હોવાનું માલૂમ પડેલ અને બોટને જોખમી રીતે ચલાવી ઓપરેશન ટીમની બોટ ઉપર ચઢાવવા પ્રયત્ન કરેલ. જેથી ઓપરેશન ટીમને ફાયર કરવાની ફરજ પડતા પાકિસ્તાની ફીશીંગ બોટ ઉપર ફાયર કરતા એક ઈસમ જોખમી થયેલ. ત્યારબાદ ઓપરેશન ટીમે આ શંકાસ્પદ પાકિસ્તાની બોટમાં બોર્ડીંગ કરેલ અને સર્ચ હાથ ધરવામાં આવેલ, જે દરમ્યાન બોટમાં સવાર 14 ઈસમો નામે,

  1. નાસીર હુસૈન, S/o આઝમ ખાન, ઉં.વ. 62, રહે. જુનુબી મવલી, લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન
  2. મહોમ્મદ સીદ્દીક, S/o અહેમદ ભટ્ટી, ઉં.વ. 65, રહે. લોકુ ચિલ્લારામ રોડ, ખડ્ડા માર્કેટ (લેહરી), કરાચી, પાકિસ્તાન
  3. અમીર હુસૈન, S/o ગુલામ, ઉં.વ. 42, રહે. ગોત વદરાવલીમ્મદ, લસબેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન
  4. સલલ, S/o ગુલામ નબી, ઉં.વ. 22, રહે. જુનુબી મવલી, લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન
  5. અમન, S/o ગુલામ નબી, ઉં.વ. 19, રહે. જુનુબી મવલી, લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન
  6. બધલ ખાન, S/o અમીર કે., ઉં.વ. 33, રહે. જુનુબી મવલી, લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન
  7. અબ્દુલ રાશીદ, S/o ઝબરી, ઉં.વ. 46, રહે. જુનુબી મવલી, લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન
  8. લાલ બક્ષ, S/o અલી મુરાદ, ઉં.વ. 50, રહે. જુનુબી મવલી, લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન
  9. ચાકર ખાન, ઉં.વ. 18, રહે. જુનુબી મવલી, લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન
  10. કાદીર બક્ષ, S/o અલી મુરાદ, ઉં.વ. 40, રહે. લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન
  11. અબ્દુલ સમાદ, S/o હુસૈન, ઉં.વ. 40, રહે. લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન
  12. એમ. હકીમ, S/o મોસા, ઉં.વ. 25, રહે. લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન
  13. નૂર મુહમ્મદ અર્ફ નોરો, S/o અછો, ઉં.વ. 62, રહે. લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન
  14. મુહમ્મદ ખાન, S/o હુસૈન, ઉં.વ. 56, રહે. લસ્બેલ્લા, બલોચીસ્તાન, પાકિસ્તાન

નાઓની અટકાયત કરવામાં આવેલ તથા જોખમી થયેલ બોટના કેપ્ટન નઝીર હુસૈન, રહે.બલુચીસ્તાન, પાકિસ્તાનનાને ઈમર્જન્સીમાં સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરવા તજવીજ હાથ ધરેલ, જેની સારવાર હાલમાં ચાલુ છે.

દરમ્યાન એ.ટી.એસ. ગુજરાતના પો.ઈન્સ. એમ.એન. શાહ., પો.સ.ઈ. ડી. વી. રાઠોડ તથા મહિલા પો.સ.ઈ. રૂપલ રાઠોડ તેમજ પોરબંદર SOG, ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ અને એન.સી.બી. (ઓપ્સ), દિલ્હીની અન્ય એક ટીમ બનાવ સ્થળે પહોંચેલ અને ઓપરેશનમાં જોડાયેલ. જે દરમ્યાન ઉપરોક્ત પાકિસ્તાની ઈસમોના કબ્જાની બોટમાંથી મળી અવેલ 78 પેકેટ્સમાં કુલ 86 કિ.ગ્રા. માદક પદાર્થ મળી આવેલ, જે પોરબંદર દરીયાકાંઠે લાવવામાં આવેલ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ હેરોઈન હોવાનું જણાય છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજીત કિંમત રૂ. 602 કરોડ થાય છે. આ કાર્યવાહી દરમ્યાન દેવભૂમિ દ્વારકા SOG તથા જામનગર SOGની પણ મદદ લેવામાં આવેલ છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે કે આ હેરોઇન નો જથ્થો પાકિસ્તાન સ્થિત ડ્રગ હાજી અસલમ ઉર્ફે બાબુ બલોચ દ્વારાએ મોકલાવેલ હતો અને તે આ ડ્રગ્સનો જથ્થો તામીલનાડુના ડ્રગ્સ માફિયાઓ દ્વારા ભારતીય વહાણ મારફતે શ્રીલંકા પહોંચાડવાનો હતો. આ હેરોઈન સીઝર કેસની આગળની તપાસ એન.સી.બીને સોંપવામાં આવશે.

ગુજરાત એ.ટી.એસ. તેમજ કેન્દ્રીય એજન્સીઓની સતર્કતા તથા સમન્વયના પરિણામે INBL ક્રોસ કરી ફીશીંગ બોટની આડમાં નાર્કોટીક્સ ઘુસાડવાનો પ્રયત્ન વધુ એક વખત નિષ્ફળ રહેલ છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો