Train ac coach

Hapa-Katra Express: હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ડાઇવર્ટ રૂટ પર ચાલશે

Hapa-Katra Express: 30 એપ્રિલની હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ આંશિક રીતે ડાઇવર્ટ કરેલા રૂટ પર દોડશે

whatsapp banner

રાજકોટ, 29 એપ્રિલ: Hapa-Katra Express: ઉત્તર રેલવેના શંભુ સ્ટેશન પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને કારણે, 30 એપ્રિલ, 2024 ના રોજ, હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ આંશિક રીતે ડાઇવર્ટ કરેલા રૂટ વાયા જાખલ-ધુરી-લુધિયાણા થઈને દોડશે.

આ પણ વાંચો:- Gujarat ATS Operation: 14 પાકિસ્તાની ઇસમો પાસેથી 86 કિલો હેરોઇનના જથ્થા પકડી પાડતી ગુજરાત ATS

જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં ભોડવાલ માજરી, પાણીપત અને અંબાલા કેંટ સ્ટેશનનો સમાવેશ થાય છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો