GUVNL Sports team

GUVNL Sports team: ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની ટીમ કેરમ, ચેસ, ટેનિકોટ અને ટેબલ ટેનિસમાં વિજેતા

whatsapp banner

અમદાવાદ, 03 એપ્રિલ: GUVNL Sports team: હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે આયોજિત ૪૫મી ઓલ ઈન્ડિયા ઇલેક્ટ્રિસિટી સ્પૉર્ટસ કંટ્રોલ બોર્ડની (AIESCB) વાર્ષિક રમત સ્પર્ધાઓમાં જીયુવીએનએલના કુલ ૫૮ સ્પર્ધકો તેમજ ૪ મેનેજરે ભાગ લીધેલ. સદર સ્પર્ધામાં કુલ ૧૫ રાજ્યોની વિવિધ વીજ કંપનીઓના ૫૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો.

આ પણ વાંચો:-Chaitra Navratri 2024: 30 વર્ષ બાદ ચૈત્ર નવરાત્રિ પર સર્જાશે અમૃત સિદ્ધિ યોગ, જાણો ક્યારથી શરુ થાય છે આ નોરતા?

જેમાં જીયુવીએનએલની (GUVNL Sports team) મહિલા સ્પર્ધકો ચેસ સ્પર્ધામાં પ્રથમ, કેરમ,ટેનિકોટ તેમજ ટેબલ ટેનિસ સ્પર્ધામાં–તૃતીય સ્થાને વિજેતા થયેલ જ્યારે પુરુષ સ્પર્ધકો કેરમ તેમજ ચેસ સ્પર્ધામાં દ્વિતીય સ્થાને વિજેતા થયેલ. સદર રમત સ્પર્ધાના સમાપન સમારોહમાં જીયુવીએનએલના જનરલ મેનેજર(એચ.આર) અને AIESCBના પ્રેસિડેન્ટ જે.ટી.રાય અને AIESCBના જનરલ સેક્રેટરી નરેશ કુમાર દ્વારા વિજેતા થયેલ સ્પર્ધકોને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *