Track

Trains will be affected: અમદાવાદ અને સાબરમતી વચ્ચેની એક રેલવે લાઇન બંધ હોવાથી આ ટ્રેનોને થશે અસર

Trains will be affected: અમદાવાદ-સાબરમતી વચ્ચે બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે

whatsapp banner

અમદાવાદ, 03 એપ્રિલ: Trains will be affected: મુંબઈ-અમદાવાદ-સાબરમતી વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજનાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, અમદાવાદ થી સાબરમતી વચ્ચે સાબરમતી નદી પર બની રહેલા પુલના કામે હવે વેગ પકડ્યો છે. આ સંબંધમાં અમદાવાદ અને સાબરમતી વચ્ચેની રેલવે એક લાઇન હંગામી ધોરણે બંધ રહેશે.

જેના કારણે ટ્રેન નંબર 19309/19310 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને ટ્રેન નંબર 09276/09275 ગાંધીનગર કેપિટલ-આણંદ મેમુ સ્પેશિયલ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-

આ પણ વાંચો:-Chaitra Navratri 2024: 30 વર્ષ બાદ ચૈત્ર નવરાત્રિ પર સર્જાશે અમૃત સિદ્ધિ યોગ, જાણો ક્યારથી શરુ થાય છે આ નોરતા?


• ટ્રેન નંબર 19310 ઈન્દોર-ગાંધીનગર કેપિટલ શાંતિ એક્સપ્રેસ 14 એપ્રિલ 2024થી આગળની સૂચના સુધી અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19309 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ 15 એપ્રિલ 2024 થી આગળની સૂચના સુધી ગાંધીનગર કેપિટલની જગ્યાએ અમદાવાદથી ઉપડશે અને ગાંધીનગર કેપિટલ – અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 09275 આણંદ-ગાંધીનગર કેપિટલ મેમુ સ્પેશિયલ 4 એપ્રિલ 2024 થી આગળની સૂચના સુધી સંપૂર્ણપણે રદ રહેશે.
• ટ્રેન નંબર 09276 ગાંધીનગર કેપિટલ-આણંદ મેમુ સ્પેશિયલ 5 એપ્રિલ 2024થી આગળની સૂચના સુધી સંપૂર્ણપણે રદ રહેશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો