Indian Navy Helicopter Crashed in Kerala: કેરળમાં ક્રેશ થયું ભારતીય નૌકાદળનું હેલિકોપ્ટર, એક અધિકારીનું મોત

Indian Navy Helicopter Crashed in Kerala: કોચ્ચિમાં ભારતીય નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પર ચેતક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું

કોચ્ચિ, 04 નવેમ્બરઃ Indian Navy Helicopter Crashed in Kerala: ભારતીય નૌકાદળના ચેતક હેલિકોપ્ટર વિશે મોટા અહેવાલ સામે આવ્યા છે. હકીકતમાં, નિયમિત ટ્રેનિંગ દરમિયાન આજે કોચ્ચિમાં ભારતીય નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પર એક ચેતક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. 

પ્રાપ્ત માહિતી મુજબ, આ દુર્ઘટનામાં એક ક્રૂ મેમ્બરની મોત થઈ છે. જોકે હજુ સુધી નેવી તરફથી કોઈ સત્તાવાર જાણકારી જાહેર કરવામાં આવી નથી. ટ્રેનિંગ માટે ઉડાન ભરતી વખતે આ હેલિકોપ્ટરમાં એક અધિકારી સહિત બે લોકો સવાર હતા. દુર્ઘટના આશરે અઢી વાગ્યે સર્જાઈ હતી.

આ પણ વાંચો… Complaint Against Urfi Javed: ફેક વીડિયો બનાવીને મુશ્કેલીમાં ફસાઈ ઉર્ફી, હવે હકીકતમાં થશે ધરપકડ?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો