Urfi Javed

Complaint Against Urfi Javed: ફેક વીડિયો બનાવીને મુશ્કેલીમાં ફસાઈ ઉર્ફી, હવે હકીકતમાં થશે ધરપકડ?

Complaint Against Urfi Javed: મુંબઈ પોલીસે અભિનેત્રી ઉર્ફી જાવેદ વિરુદ્ધ પોલીસ ની છબી ખરાબ કરવા બદલ કેસ નોંધ્યો

મનોરંજન ડેસ્ક, 04 નવેમ્બરઃ Complaint Against Urfi Javed: ફેશન ડિઝાઈનર ઉર્ફી જાવેદ દરરોજ ન્યૂજના હેડલાઇનમાં બની રહે છે. હાલમાં જ પોલીસ સાથે ઉર્ફીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેના કારણે તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. વાયરલ વીડિયોમાં બે મહિલા પોલીસ કર્મચારી ઉર્ફીની ધરપકડ કરતી જોવા મળી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, વીડિયો વાયરલ થયા પછી મુંબઈ પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને જે નકલી મહિલા પોલીસ બની હતી તે તમામની વિરુદ્ધમાં આઈપીસી ની અલગ-અલગ ધારાઓ લગાડવામાં આવી છે. પોલીસે અભિનેત્રી ઉર્ફી જાવેદ વિરુદ્ધ પોલીસ ની છબી ખરાબ કરવા બદલ કેસ નોંધ્યો છે. એક અધિકારીએ આ અંગે માહિતી આપતા કહ્યું, ‘સસ્તી પ્રસિદ્ધિ માટે દેશના કાયદાનું ઉલ્લંઘન કોઈ કરી શકે નહીં!

પોલીસે કહ્યું, ‘ઓશિવારા PSTNમાં નકલી વીડિયોમાં સામેલ લોકો વિરુદ્ધ કલમ 171, 419, 500, 34 IPC હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે.’ વધુ તપાસ ચાલી રહી છે, નકલી ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે.’

તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદ ના વાયરલ વિડીયો માં જોવા મળ્યું હતું કે, ઉર્ફી ને ટૂંકા કપડાં પહેરવા બદલ મુંબઈ મહિલા પોલીસ તેની ધરપકડ કરીને કારમાં બેસાડી ને લઇ જાય છે. હવે આ ફેક વિડીયો બનાવવો ઉર્ફી ને ભારે પડ્યો છે.

આ પણ વાંચો… Earthquake in Nepal: નેપાળમાં ભૂકંપથી હાહાકાર, અધધ આટલા લોકોની થઈ મોત…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો