navbharat times edited

ખેડૂત આંદોલન(Kisan andolan) મુદ્દે ઉશ્કેરાયા સાંસદો, સરકારની મુશ્કેલીઓમાં થયો વધારો, જાણો સંપૂર્ણ વિગત

Kisan andolan: સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લખેલા પત્રમાં લખ્યું કે, ગાઝીપુર સરહદ પર સ્થિતિ ભારત-પાકિસ્તાન સરહદ જેવી છે
navbharat times edited

નવી દિલ્હી, 05 ફેબ્રુઆરીઃ કિસાન આંદોલન(kisan andolan)ને હવે ઘણા દિવસો વિતી ગયા છે. પરંતુ હજી સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાનની કોઇ આશા દેખાતી નથી. ઘણી વખત સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે વાત ચીત માટે બેઠકો યોજાઇ છે. જેમાં કોઇ ઉકેલ આવ્યો નથી. હવે દસ વિપક્ષી રાજકીય પક્ષોના સાંસદોએ ખેડૂત આંદોલન અંગે લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે.

Whatsapp Join Banner Guj

સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લખેલા પત્રમાં લખ્યું છે કે ગાઝીપુર સરહદ પર સ્થિતિ ભારત-પાકિસ્તાન સરહદ જેવી છે અને ખેડૂતોની હાલત જેલના કેદીઓની જેવી છે.ગુરુવારે સવારે ગાઝીપુર સરહદ પર વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતોને મળવા અકાલી દળ, ડીએમકે, એનસીપી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના આ પક્ષોના 15 સાંસદોને મંજૂરી આપી ન હતી.

આ પણ વાંચો…

New film: સિલ્વર સ્ક્રીન પર ફરી જોવા મળશે અભિષેક અને જ્હોન, મલયાલમ ફિલ્મની હશે રિમેક