kisan andolan 1

Kisan andolan:ખેડૂતોની વધતી સંખ્યાને જોતા ગાઝીપુર બોર્ડર પર રાતોરાત સુરક્ષામાં થયો વધારો

કિસાન આંદોલન(Kisan andolan)બંધ કરવા માટે મારી બસ એટલી જ માંગ છે કે આ કાળા કાયદા પાછા ખેંચે અને MSP પર નવો કાયદો બનાવેઃ નરેન ટિકૈત

kisan andolan 1

નવી દિલ્હી, 31 જાન્યુઆરીઃ છેલ્લા કેટલાંય દિવસો વિતી ગયા છે, હજી સુધી ખેડૂતો આંદોલન(Kisan andolan)નું નિવારણ આવ્યું નથી. સરકારે અનેક વખત કૃષિ બિલને લઇને ખેડૂતઆગેવાનો સાથે વાત કરી છે, તેમ છતા કોઇ ઉકેત આવ્યો નથી. દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર ટ્રેકટર પરેડ હિંસા પછી પંચાયતોનો દોર શરુ થઇ ગયો છે . આ પંચાયતોનો મુખ્ય ઉદ્દેશ આંદોલનને ધાર આપવાનો છે.

Whatsapp Join Banner Guj

ખેડુત પુરી મજબૂતીથી ફરી એક વાર દિલ્હી પોહચી રહ્યા છે. ત્યાં જ દિલ્હી પોલીસે ખેડૂતોને પ્રદેશમાં પ્રવેશવાથી રોકવા તૈયારી સખત કરી લીધી છે. ગાઝીપુર બોર્ડરને કિલ્લામાં ફેરવી દીધી છે. ખેડૂતોની વધતી સંખ્યાને જોતા ગાઝીપુર બોર્ડર પર રાતોરાત 12 લેયર બેરીકેટ કરવામાં આવી છે. એની સાથે તાર પણ લગાવવામાં આવ્યા છે. NH 24ને પુરી રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. નોયડા સેક્ટર 62થી અક્ષરધામ જવા વાળા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે.

ખેડૂત આંદોલન(Kisan andolan)વિશે વાત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ખેડુતો અને મારા વચ્ચે એક કોલની દુરીવાળા નિવેદન પર ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું કે પ્રધાનમંત્રીએ જો કહ્યું છે , એનું સ્વાગત છે. મારી બસ એટલી જ માંગ છે કે આ કાળા કાયદા પાછા ખેંચે અને MSP પર નવો કાયદો બનાવે. નરેશ ટિકૈતે હરિયાણામાં ઇન્ટરનેટ બંધની આલોચના કરી.

આ પણ વાંચો….

Vaccination: આજે રાજ્ય સરકાર 70 હજારથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ ને આપશે કોરોનાની રસી