Vaccine

Vaccination: આજે રાજ્ય સરકાર 70 હજારથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ ને આપશે કોરોનાની રસી

ફ્રન્ટલાઈન કોરોના વેક્સીનેશન(Vaccination)માં વોરિયર્સમાં પોલીસ, કલેક્ટર કચેરીના કર્મચારીઓ અને સફાઈ કામદારો સામેલ

Vaccine

ગાંધીનગર, 31 જાન્યુઆરીઃ આજથી ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોનાની રસી આપવાનો પ્રારંભ થશે. રસીકરણ(Vaccination)ના પહેલા દિવસે જ 70 હજારથી વધુ ફ્રન્ટવાઇન વર્કર્સને રસી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હેલ્થ વર્કર્સ એટલે કે ડોક્ટર્સ, નર્સ, આરોગ્ય સુવિધા સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓને કોરોનાની રસીનો ડોઝ આપી દેવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રી નીતિન પટેલે આજે પ્રસ્તુત માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી હેલ્થ વર્કર્સને કોરોનાની રસી (Vaccination)આપવામાં આવી હતી. હવે આજથી ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવાનો આરંભ કરવામાં આવશે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સમાં પોલીસ, કલેક્ટર કચેરીના કર્મચારીઓ અને સફાઈ કામદારોનો સમાવેશ થાય છે.

Whatsapp Join Banner Guj

આજ સુધીમાં કોરોનાની રસી 2.45,930 હેલ્થ વર્કર્સને આપવામાં આવી છે. 29માં દિવસથી તેમને બીજો ડોઝ આપવાનું ચાલુ કરવામાં આવશે. બીજી તરફ ગુજરાતમાં 90 લાખ બાળકોને પોલિયોની રસી આપવાના અભિયાનનો પણ આરંભ કરવામાં આવી રહ્યો હોવાનું આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. ગુજરાતમાં 90 લાખ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે.

ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું કે, રવિવારથી ચાર દિવસ દરમિયાન ચાર તબક્કામાં રાજ્યના તમામ એક લાખ પોલીસ કર્મચારીને કોરોનાની રસી આપવામાં આવશે. જિલ્લા કલેક્ટર અને મ્યુનિ. કમિશનરના સંકલનમાં કામગીરી પૂર્ણ કરવા વિડિયો કોન્ફરન્સથી જે-તે ડીસીપી અને ડીએસપીને સૂચના અપાઈ છે.

આ પણ વાંચો…

સારા સમાચારઃ અદાર પૂનાવાલાએ ત્રીજી વેક્સીન(Vaccine) વિશે કરી જાહેરાત, જૂન 2021 સુધીમાં લોન્ચ થશે!