RTO Work

RTO Work: ગામડાઓમાં રહેતા લોકોએ હવે RTOના કામ પતાવવા શહેરોમાં ધક્કા ખાવાની જરૂર નહીં પડે, ત્યાં પણ શરૂ થશે આ કામગીરી

RTO Work: ગ્રામ્ય વિસ્તારોમાં હજુ તે વ્યવહારૂ પ્રચલિત નથી ત્યારે આગામી તા.૨ ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિથી સૌરાષ્ટ્રના તમામ ગામડાંઓ કે જ્યાં ઈ-ગ્રામ સેન્ટર આવેલા છે ત્યાંથી ઓનલાઈન કામગીરી શરૂ થશે

ગાંધીનગર, 07 સપ્ટેમ્બરઃ RTO Work: ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુઅલ સહિત આર.ટી.ઓ.સંબંધિત ૧૦ પ્રકારની કામગીરી ઓનલાઈન થતી હોય છે પરંતુ, ગ્રામ્ય વિસ્તારોમાં હજુ તે વ્યવહારૂ પ્રચલિત નથી ત્યારે આગામી તા.૨ ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિથી સૌરાષ્ટ્રના તમામ ગામડાંઓ કે જ્યાં ઈ-ગ્રામ સેન્ટર આવેલા છે ત્યાંથી ઓનલાઈન કામગીરી શરૂ થશે તેમ  આર.ટી.ઓ.ના સૂત્રોએ જણાવ્યું છે.

આ કામગીરીમાં (૧) આર.સી.બૂક, લાયસન્સ ગૂમ થવાના કેસમાં ડુપ્લિકેટ કાઢી આપવા (૨) લર્નિંગ લાયસન્સની અરજી કરીને એપોઈન્ટમેન્ટ મેળવવી (૩) વાહન પરનું ગીરો, હાઈપોથીકેશન રદ કરવું (૪) ડ્રાઈવીંગ લાયસન્સ રિન્યુ કરવું, તેની માહિતી મેળવવી, બેકલોગ, રિપ્લેસ કરવું વગેરે કામગીરી (૫) આર.સી.બૂક સંબંધી માહિતી અને તેના બેકલાગ વગેરે કામગીરી વગેરે કામગીરી ગ્રામ પંચાયત ઈ -ગ્રામ સેન્ટરથી શરૂ કરાવવા આર.ટી.ઓ.કચેરીઓને રાજ્ય સરકાર  દ્વારા સૂચના જારી  કરાઈ છે.

આ પણ વાંચોઃ hindustan unilever: સાબુથી લઇને ડિટરજન્ટ સુધીની વસ્તુઓના ભાવમાં વધારો, રોજિંદા જીવનની વસ્તુઓ થઇ મોંઘી, જાણો કેટલા વધ્યા ભાવ?

બીજી તરફ આર.ટી.ઓ.ની કામગીરી ઓનલાઈન કરવામાં શહેરમાં પછાત વિસ્તારો, ઝુંપડપટ્ટી વિસ્તારોમાં લોકોને મુશ્કેલી પડતી હોય છે પરંતુ, શહેરમાં હજુ સુધી તે માટે કોઈ હેલ્પ સેન્ટર શરૂ કરાયા નથી.

દરમિયાન, રાજકોટ સહિત આર.ટી.ઓ.માં હવે લર્નિંગ પછી પાકુ લાયસન્સ મેળવવા માટે ડ્રાઈવિંગ ટેસ્ટ બે શીફ્ટમાં એટલે કે સવારે ૬થી ૨, અને ૨થી ૧૦ દરમિયાન કામગીરી શરૂ કરાતા વેઈટીંગ રહ્યું નથી. સૂત્રો અનુસાર રાજકોટમાં ટુ વ્હીલર માટે ૨૫ ટાઈમ સ્લોટમાં રોજ ૩૭૫ ના અને કાર માટે ૨૧ ટાઈમ સ્લોટમાં ૩૨૦ વાહનચાલકોના ટેસ્ટ લઈ શકાય છે પરંતુ, આ સ્લોટ પૂરો થતો નથી

Whatsapp Join Banner Guj