ambaji rain market 6

Ambaji heavy rain: અંબાજી પંથક માં સતત વરસાદ થી જળબંબાકાર પોણા ઇંચ જેટલો પડ્યો વરસાદ; જુઓ તસવીરો…

Ambaji heavy rain

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૭ સપ્ટેમ્બર:
Ambaji heavy rain: અંબાજી પંથક માં સતત ત્રીજા દિવસે પણ વરસાદ ની હેલી જોવા મળી છે આજે બપોર બાદ એકાએક જાણે વાદળ ફાટ્યું હોય તેમ વીજળી ના ભારે કડાકા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગતી ને સમગ્ર અંબાજી માં જળબંબાકાર થતા બજારો માં પાણી ફરી વળ્યાં હતા અંબાજી ના માર્ગો નદી માં પરિવર્તિત થયેલા જોવા મળ્યા હતા મુખ્ય બજાર માં વરસાદી પાણી નદી નું સ્વરૂપ ધારણ કરતા વેપારીઓ પણ દુવિધા માં મુકાયા હતા

Ambaji heavy rain

જ્યારે સિલાઈ કામ કરતા દરજી ના સંચા પાણી માં ડૂબ્યા હતા અંબાજી ના મુખ્ય હાઇવે માર્ગ પાણી માં ગરકાવ થતા વાહનચાલકો પણ અટવાયા હતા જ્યારે અંબાજી પહોંચેલા પદયાત્રીઓ પણ ભારે વરસાદ જોઈ હેરાન જોવા મળ્યા હતા

Ambaji heavy rain

આ પણ વાંચો…Monsoon: હવામાન વિભાગે આગામી 20મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની કરી આગાહી- વાંચો ક્યાં ક્યાં વરસસે મેઘરાજ

સતત અરધા કલાક સુધી વરસેલો વરસાદ પોણા ઇંચ જેટલો પડ્યો હતો પણ અંબાજી માં વરસાદી પાણી ન નિકાલ ની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી પાણી બજારો માં થઈ ને પસાર થતું હોય છે ને સમગ્ર પાણી હાઇવે ઉપર ભરાતા વાહન ચાલકો મુશ્કેલી માં મુકાતા હોય છે

Ambaji heavy rain

જોકે અંબાજી પંથક માં પડી રહેલા વરસાદ (Ambaji heavy rain) થી ખેડૂતો ના પાક ને જીવનદાન ચોક્કસ મળ્યું છે પણ જે રીતે વરસાદ ની ગતિ અને સમય જોતા પીવાના પાણી નો સંકટ ટોળાય તેવું લાગી રહ્યું છે

Ambaji heavy rain
Whatsapp Join Banner Guj
Ambaji heavy rain