kumbh haridwar edited

Mahakumbh 2021: ત્રીજા શાહી સ્નાન બાદ અનેક સાધુ-સંતોમાં કોરોનાના લક્ષણો જોવા મળતા લેવાયો આ મોટો નિર્ણય

મહાકુંભ(Mahakumbh 2021)થી પાછા ફરી રહેલા લોકોથી દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો

હરિદ્વાર, 16એપ્રિલઃ હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમેળા(Mahakumbh 2021)માં છેલ્લા 5 દિવસમાં 1701 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ કોરોના તપાસ 10થી 14 એપ્રિલ વચ્ચે કરાઈ હતી. આવામાં એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે મહાકુંભ(Mahakumbh 2021)થી પાછા ફરી રહેલા લોકોથી દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો આવી શકે છે. તેથી કોરોનાના વધતા પ્રકોપને જોતા નિરંજન અખાડાએ કુંભ સમાપનનો નિર્ણય લીધો છે. કોરોનાની જે સ્થિતિ છે તેને જોતા નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પુરી મહારાજે કુંભ સમાપનનો નિર્ણય લીધો. રવિન્દ્ર પુરીએ કહ્યું કે ત્રીજા શાહી સ્નાન બાદ અનેક સાધુ સંતોમાં શરદી ઉધરસના લક્ષણો જોવા મળ્યા છે. જેને જોતા અમે 17 એપ્રિલના રોજ કુંભ સમાપ્તિનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય અમારો અંગત નિર્ણય છે. અખાડા પરિષદનો નહીં.

Whatsapp Join Banner Guj

હરિદ્વારના મુખ્ય ચિકિત્સાધિકારી શંભુ કુમાર ઝાએ જણાવ્યું કે સ્વાસ્થ્યકર્મીઓએ મેળા ક્ષેત્રમાં છેલ્લા પાંચ દિવસમાં 2 લાખ 36 હજાર 751 લોકોની કોરોના તપાસ કરી. જેમાંથી 1701 લોકો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે આ સંખ્યામાં હરિદ્વારથી લઈને દેવપ્રયાગ સુધી સમગ્ર મેળા ક્ષેત્રમાં પાંચ દિવસમાં કરાયેલા આરટી-પીસીઆર અને રેપિડ એન્ટીજન તપાસ દરમિયાનના આંકડા સામેલ છે.

ADVT Dental Titanium

તેમણે જણાવ્યું કે હજુ અનેક આરટી પીસીઆર ટેસ્ટના પરિણામ આવવાના બાકી છે. આવામાં આ પરિસ્થિતિને જોતા કુંભ મેળા ક્ષેત્રમાં સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 2 હજાર પાર જવાની આશંકા છે. હરિદ્વાર મહાકુંભ 2021 ઉત્તરાખંડના હરિદ્વાર, ટિહરી અને ઋષિકેશના 670 હેક્ટર ક્ષેત્રફળમાં ચાલી રહ્યો છે. સોમવારે સોમવતી અમાસ, બુધવારે મેષ સંક્રાંતિ અને વૈશાખીના પર્વ પર થયેલા બંને શાહી સ્નાનોમાં 48.51 લાખ શ્રદ્ધાળુઓમાંથી મોટા ભાગના માસ્ક વગર જોવા મળ્યા હતા. 

આ પણ વાંચો….

Corona Vaccine: ભારતમાં ૫૮ લાખ કોરોના ની રસીના ડોઝ બરબાદ થયા- વાંચો શું છે મામલો