Uddhav mashaal symbol

Mashaal symbol: ઉદ્ધવ ઠાકરેને ઝટકે પે ઝટકા…હવે મશાલ પણ જશે? જાણો સમગ્ર મામલો

  • સમતા પાર્ટીએ ફરી મશાલના ચિહ્ન પર પોતાનો દાવો રજૂ કર્યો

Mashaal symbol: ઉદ્ધવ ઠાકરે જૂથને ‘મશાલ’ ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાનો અધિકાર માત્ર મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા પેટાચૂંટણી સુધી જ રહેશે

મુંબઈ, 20 ફેબ્રુઆરી: Mashaal symbol: શિવસેનાનું નામ, ધનુષ અને તીર ગુમાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે માટે વધુ એક તણાવપૂર્ણ સમાચાર છે. ચૂંટણી પંચે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ, હવે ઠાકરે જૂથને ‘શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ નામ અને તેના ‘મશાલ’ ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાનો અધિકાર માત્ર મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા પેટાચૂંટણી સુધી જ રહેશે.

26 ફેબ્રુઆરીએ પુણેની કસ્બા પેઠ અને પિંપરી ચિંચવડની ચિંચવડ બેઠકો માટે મતદાન થવાનું છે. 26 ફેબ્રુઆરી પછી, ઠાકરે જૂથ આ નામ અને પ્રતીકનો ઉપયોગ કરી શકશે નહીં. 26 ફેબ્રુઆરી પછી, ઉદ્ધવ ઠાકરેને હવે આ નામ અને પ્રતીકનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલો અનુસાર, ઠાકરે જૂથે ફરી એકવાર ચૂંટણી પંચને અપીલ કરવી પડશે અને નવા નામ અને પ્રતીક માટે નવી દરખાસ્તો મોકલવી પડશે.

સમતા પાર્ટીએ ફરી મશાલના ચિહ્ન પર પોતાનો દાવો રજૂ કર્યો

ઉદ્ધવ ઠાકરે પાસેથી મશાલનું ચિહ્ન છીનવી લેવાનું બીજું મોટું કારણ એ છે કે સમતા પાર્ટીએ ફરી એકવાર ‘મશાલ’ ચૂંટણી ચિન્હ પર પોતાનો દાવો દાખવ્યો છે. સમતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ ઝાએ ફરીથી કેન્દ્રીય ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. સમતા પાર્ટીએ ચૂંટણી પંચને પત્ર લખીને મશાલ ચિન્હની માંગણી કરી છે. કૈલાશ ઝાની માંગ છે કે આ ચૂંટણી ચિન્હ તેમની પાર્ટીનું હતું, તેથી આ ચિન્હ તેમને પરત કરવામાં આવે.

આ પણ વાંચો: Sant Acharya Mahashramanji: જૈન સમાજના રાષ્ટ્રીય સંત આચાર્ય મહાશ્રમણજી આજે શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો