Sant Acharya Mahashramanji: જૈન સમાજના રાષ્ટ્રીય સંત આચાર્ય મહાશ્રમણજી આજે શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા

જૈન સમાજના રાષ્ટ્રીય સંત આચાર્ય મહાશ્રમણજી (Sant Acharya Mahashramanji) આજે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કર્યો, શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 19 ફેબ્રુઆરી:
Sant Acharya Mahashramanji: સાહિત્યકાર અને સમાજ સુધારક જૈન સમાજના રાષ્ટ્રીય સંત આચાર્ય મહાશ્રમણજી રાજસ્થાનના બિકાનેરમાં છાપર ગામે પોતાનું ચતુરમાસ પૂર્ણ કરી આગામી ચતુરમાસ મુંબઈ ખાતે કરનાર હોઈ બિકાનેરથી મુંબઈ સુધીની પદયાત્રાએ નીકળેલા આચાર્ય મહાશ્રમણજી આજે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કર્યો હતો.

ગુજરાત રાજસ્થાનની છાપરી બોર્ડર ઉપર હજારો ની સંખ્યા માં જૈન સમાજ ના લોકો એ આચાર્ય મહાશ્રમણજી ગુજરાત માં પ્રવેશ તા તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું ને મંત્રોચાર સાથે તેમની પગપાળા અંબાજી માર્ગે પ્રસ્થાન કરી શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા ને દર્શન કરી તેઓ અંબાજી વિરામ સાથે ગુજરાતની આગામી પદયાત્રાનો પ્રારંભ કરશે.

ગુજરાત માં કેટલાક મહિનાઓ નો પ્રવાસ કરી આગામી ચાતુર્માસ માટે મુંબઈ જવા મહારાષ્ટ્ર માં પ્રવેશ કરશે આજે જૈન સમાજના રાષ્ટ્રીય સંત ગુજરાત માં પ્રવેશતા જ ગાંધી ના ગુજરાત ના વખાણ કર્યા હતા ને પોતે ગુજરાત માં સુખ શાંતિ સાથે સદભાવના ,નૈતિકતા ,નશામુક્તિ અને અહિંસા ના પ્રચાર પ્રસાર સાથે ગુજરાત આગળ વધે તેવી કામના જૈન સમાજના રાષ્ટ્રીય સંત આચાર્ય મહાશ્રમણજી મહારાજ એ કરી હતી

આ પણ વાંચો:AICTE new course launched: ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એ નવા અભ્યાસક્રમો શરૂ કર્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો