CM Bhupendra patel

National Conference at the Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના રાજ્યોના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની પ્રથમ ‘રાષ્ટ્રીય પરિષદ’

National Conference at the Statue of Unity: રમત-ગમતને પ્રોત્સાહન : રમત ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે હેતુથી SOU એકતા નગર ખાતે દેશની સૌ પ્રથમ ‘રાષ્ટ્રીય પરિષદ’ યોજાઈ

  • National Conference at the Statue of Unity: યુવાઓને ખેલકુદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જ્વળ દેખાવ માટે પ્રસ્થાપિત કરવા સરકાર કટિબદ્ધ
  • સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રમતવીરોને વૈજ્ઞાનિક તાલીમ આપવાનું એક સક્ષમ માધ્યમ બની છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, 25 જૂન: National Conference at the Statue of Unity; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના સામુહિક ચિંતન મંથન માટે દેશની સૌ પ્રથમ એવી રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની દ્વિ-દિવસીય પરિષદ સ્ટેચ્યુ ઓફ યુનિટી- એકતાનગર ટેન્ટસીટી ખાતે યોજાઇ હતી દેશના વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના રમત-ગમત મંત્રીશ્રીઓ, રમત-ગમતના સચિવશ્રીઓ અને ભારત સરકારના સંબંધિત મંત્રાલયોના ઉચ્ચ અધિકારીશ્રીઓ આ પરિષદમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે કેન્દ્રીય રમત-ગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગ સિંહ ઠાકુર, કેન્દ્રીય રમત-ગમત રાજ્યમંત્રી નિશિથ પ્રમાણિક તેમજ ગુજરાતના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વગેરેની ઉપસ્થિતિમાં આ પરિષદમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશા દર્શનમાં ભારતની ખેલ-કુદ ઇકો સિસ્ટમને વધુ સંગીન બનાવી ખેલ-કુદ વિશ્વના નકશે દેશને વઘુ ઉંચુ સ્થાન અંકિત કરાવવામાં આ રાષ્ટ્રીય પરિષદમાં થયેલું વિચાર-મંથન અને નિષ્કર્ષ અતિ મહત્વપુર્ણ બનશે. ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાનના દિશા-દર્શનમાં ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, આંતરાષ્ટ્રીય યોગ દિવસ જેવા નવતર અભિગમ અપનાવ્યા છે.તેનાથી દેશમાં રમત-ગમત અને ફિટનેશ પ્રત્યેની એક આખી નવી જ લહેર ઉભી થઇ છે.

National Conference at the Statue of Unity CM Bhupendra Patel, Anurag Thakur, Harsh Sanghavi

ખેલાડીઓને અદ્યતન તાલીમથી સજ્જ થઇ વિશ્વ કક્ષાની રમતોમાં ઉજ્જવળ દેખાવ માટેની તકો પ્રાપ્ત થઇ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ગુજરાતમાં આદરણીય વડાપ્રધાનએ શરૂ કરાવેલી ખેલ મહાકુંભની ઉત્તરોતર સફળતા અને રાજ્યમાં સ્પોટર્સ કલ્ચર ઉભુ થયું છે તેની વિસ્તૃત છણાવટ કરી હતી. તાજેતરમાં ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી પણ લોન્ચ કરી છે આ ક્ષેત્રમાં વિકાસના આગામી તબક્કાઓમાં આ પોલિસી માર્ગદર્શન આપશે.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રમતવીરોને વૈજ્ઞાનિક તાલીમ આપવાનું એક સક્ષમ માધ્યમ બની છે અને સ્પોર્ટસ કારકીર્દી નિર્માણનું ક્ષેત્ર પણ બની છે. ગુજરાતમાં રમતગમતના લેન્ડસ્કેપના દરેક માળખાને સ્પર્શવા અને વાચા આપવા માટેના તમામ પ્રયાસો અમે કરી રહ્યા છીએ,એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. દેશના દરેક રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો પોતાનો અલગ, વૈવિધ્યસભર ખેલકૂદ વારસો, પારંપારિક રમતોની વિરાસત ધરાવે છે.વર્તમાન સમયની અદ્યતન ટેક્નોલોજી સાથે જોડીને તેને સમયાનુકુલ ઓપ આપવાની જરૂરિયાત છે.આ પરિષદનું સામૂહિક વિચાર-મંથન એ દિશામાં ઉત્તમ પ્લેટફોર્મ બનશે. ખેલાડીઓ, કોચ, ટ્રેનર્સ અને અન્ય લોકોને તેમની સાચી ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ માટે વૈજ્ઞાનિક રીતે તાલીમ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાની જરૂર છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો..Train timings change: અમદાવાદ મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનોના અમદાવાદ-વિરમગામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાન સમયમાં ફેરફાર, જાણો વિસ્તારે…

આ રાષ્ટ્રીય પરિષદમાં કેન્દ્રીય રમત-ગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગ સિંહ ઠાકુર, કેન્દ્રીય રમત-ગમત રાજ્યમંત્રી નિશિથ પ્રમાણિક, ગુજરાતના રમત-ગમત, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત વિવિધ રાજ્યોના રમત-ગમત મંત્રીઓ, રમત-ગમત વિભાગના કેન્દ્ર સચિવ શ્રીમતી સુજાતા ચતુર્વેદી અને કેન્દ્રીય યુવા બાબતોના સચિવ સંજીવકુમાર, ગુજરાતના રમત-ગમત અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર સહિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત વિવિધ રાજ્યોના રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓ વિભાગના સચિવઓ, કમિશ્નરઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Gujarati banner 01