parimal fire

A fire broke out in a complex near Parimal Garden: અમદાવાદ ના પરિમલ ગાડઁન પાસે આવેલ કોમપલેક્ષ મા લાગી આગ

A fire broke out in a complex near Parimal Garden: પરિમલ ગાર્ડન પાસેના કોમ્પ્લેક્સમાં લાગી આગ, જીવ બચાવવા લોકો ધાબે ચઢ્યા

આ કોમપલેક્ષ ના બીજા માળે કોઈક કારણસર આગ લાગતા થઈ નાસભાગ. આ કોમપલેક્ષ મા બીજા માળે હોસ્પિટલ પણ આગ ના ધુમાડા ની લપેટ મા આવી

  • ફાયર વિભાગ ની ગાડી ઓ ઘટના પર આવી ને આગ ને બુઝાવવા ના કામે જવાનો લાગ્યા
  • આ કોમપલેક્ષ મા અનેક વાણિજયિક એકમો મા કમ કરતા કમઁચારી ઓ સલામત રીતે કોમપલેક્ષ ની બહાર આવી ગયા

અમદાવાદ, 25 જૂન: A fire broke out in a complex near Parimal Garden: અમદાવાદમાં વધુ એક આગના બનાવ બન્યો છે. પરિમલ ગાર્ડન નજીક દેવ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગનો બનાવ બન્યો છે. કોમ્પલેક્સના ત્રીજા માળે આવેલી ખાનગી ઓફિસમાં આગનો બનાવ બન્યો હતો. ઓફિસના સર્વર રૂમમાં આગ હતી. આગની જ્વાળાઓ એટલી ફેલાઈ હતી, કે કોમ્પ્લેક્સમાં આવેલી એપલ હોસ્પિટલમાં ધુમાડો પ્રસરી ગયો હતો. આગ લાગતા જ જીવ બચાવવો લોકો કોમ્પ્લેક્સના ધાબે ચઢી ગયા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, આગના કોલની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. દેવ કોમ્પ્લેક્સમાંના હોસ્પિટલની સામે ખાનગી ઓફિસના સર્વર રૂમમાં આગ લાગી હતી. આજ કોમ્પલેક્સમાં હોસ્પિટલ સહિત અન્ય એકમો પણ આવેલા હોવાથી બધા જીવ બચાવવા ભાગ્યા હતા. આગમાં ધુમાડાના ગોટ ગોટા કોમ્પલેક્સની અંદરથી નીકળતા જોવા મળ્યા હતા. જોકે, ખાનગી ઓફિસની આગનો ધુમાડો પાસેની એપલ હોસ્પિટલમાઁ ફરી વળ્યો હતો. જેથી દુકાન પાસેની એપલ હોસ્પિટલમાંથી નવજાત બાળકોને તાત્કાલિક રેસ્ક્યૂ કરાયા હતા. 

આ પણ વાંચો..National Conference at the Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના રાજ્યોના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની પ્રથમ ‘રાષ્ટ્રીય પરિષદ’

Gujarati banner 01