train 10

Okha-Delhi Sarai Rohila: ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

Okha-Delhi Sarai Rohila: ટિકિટો નું બુકિંગ 19 એપ્રિલ થી શરૂ થશે

રાજકોટ, 18 એપ્રિલ: Okha-Delhi Sarai Rohila: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવશે. જેની વિગતો નીચે મુજબ છે.

  • ટ્રેન નંબર 09523/09524 ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ [20 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09523 ઓખા – દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ 23 એપ્રિલ 2024 થી 25 જૂન 2024 સુધી દર મંગળવારે સવારે 10.00 કલાકે ઓખાથી ઉપડશે, તે જ દિવસે 14.40 કલાકે રાજકોટ પહોંચશે અને બીજા દિવસે સવારે 10.20 કલાકે દિલ્હી સરાય રોહિલા પહોંચશે.

આ પણ વાંચો:- Simsa Mata Mandir: એવુ અનોખું માતાજીનું મંદિર, જ્યાં પ્રટાંગણ પર ઊંઘતા જ નિસંતાન મહિલા થઈ જાય છે પ્રેગ્નન્ટ…

તેવી જ રીતે ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા-ઓખા સ્પેશિયલ 24 એપ્રિલ 2024 થી 26 જૂન 2024 દરમિયાન દર બુધવારે બપોરે 13.20 કલાકે દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 09.00 કલાકે રાજકોટ અને બપોરે 13.50 કલાકે ઓખા પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, અલવર. અને રેવાડી સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ ના કોચ હશે.

ટ્રેન નંબર 09523 નું બુકિંગ 19 એપ્રિલ, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો